બાડમેરઃ રાજસ્થાનના બાડમેરમાં વાયુ સેનાનું એક લડાકૂ વિમાન મિગ ક્રેશ થઈ ગયું છે. મિગ ક્રેશ થયા બાદ કાટમાળમાં આગ લાગી ગઈ છે. ઘટનાસ્થળ પર તંત્રની ટીમ રવાના થઈ ગઈ છે. મિગ ક્રેશ થયા બાદ 1 કિલોમીટર સુધી કાટમાળ વિખેરાયેલો પડ્યો છે. આ વિમાન બાયતૂ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમડા ગામમાં ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં બંને પાયલટોના મોત થયા છે. 


સરહદી બાડમેર જિલ્લામાં ગુરૂવારે રાત્રે આશરે 9 કલાકે ભારતીય વાયુસેનાનું લડાકૂ વિમાન મિગ 21 દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. જિલ્લા કલેક્ટર લોકબંધુ યાદવે જણાવ્યુ કે ઘટના જિલ્લાના બાયતૂ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ભીમડા ગામની પાસે બની જ્યાં થોડે દૂર વિમાન ક્રેશ થયા બાદ જમીન પર પડી ગયું અને તેમાં આગ લાગી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube