મુંબઇ : CRPFના જવાનોને આમ તો ઘણા બહાદુરીના કારનામા આપણે વારંવાર જ સાંભળતા રહીએ છીએ. જો કે મુંબઇ એરપોર્ટ પર તેમણે એક પેસેન્જરને જીવનદાન આપવાનું કામ કર્યું. મુંબઇ એરપોર્ટ પર આ જવાનોની સુઝબુઝ અને સમજદારીથી એક યાત્રીનો જીવ બચી ગયો. એરપોર્ટ પર એક યાત્રી કાર્ડિયક એરેસ્ટના કારણે નીચે પટકાયા. ત્યાર બાદ આ જવાનોએ તત્પરા દેખાડતા સમયે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન આપીને તેમનો જીવ બચાવી લીધો. યાત્રીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં તેમની હાલત સ્થિર છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના શુક્રવારની 26 ઓક્ટોબરની છે. મુંબઇ એરપોર્ટ પર અચાનક એક યાત્રીને કાર્ડિયાક અરેસ્ટ થયું. કોઇ કંઇ સમજી શકે તે પહેલા જ તેઓ નીચે પટકાઇ ગયા હતા. એરપોર્ટ પર હાજર સીઆરપીએફનાં ASI મોહિત કુમાર શર્મા અને તેમનાં બે સાથીઓએ સમય ગુમાવ્યા વગર તે યાત્રીઓને કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન Cardiopulmonary resuscitation (CPR)  આપવાનું ચાલુ કરી દીધું. 



અન્ય લોકો પણ એકત્ર થઇ ગયા હતા. ત્યાર બાદ તે યાત્રીને નાણાવટી હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા. જ્યાં તેમની સ્થિતી સ્થિર હોવાનું જણાવાઇ રહ્યું છે. જો કે ડોક્ટર્સનું પણ કહેવું છે કે તેમને યોગ્ય સમયે સારવાર મળી રહી હોવાનાં કારણે તેમનો જીવ બચી શક્યો છે. જવાનો દ્વારા તેમને સીપીઆર અપાયું તેમના કારણે તેમને ઘણો લાભ થયો.