બંગાળના જલદાપારા નેશનલ પાર્કમાં ગેંડાનો હુમલો, એક જીપમાં સવાર 7 લોકો ઈજાગ્રસ્ત, વીડિયો થયો વાયરલ
ઉત્તર બંગાળના જલદાપારા નેશનલ પાર્કમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. હકીકતમાં અહીં ગેંડાએ ઓપન જીપ પર જંગલ સફારીનો આનંદ ઉઠાવી રહેલા ટૂરિસ્ટો પર હુમલો કરી દીધો હતો.
કોલકત્તાઃ બંગાળના જલાદાપરા નેશનલ પાર્કમાં, 2 ગેંડાએ સફારી જીપ પર હુમલો કર્યો. જેમાં ઓછામાં ઓછા 7 પ્રવાસીઓને ઈજાગ્રસ્ત થયા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ગેંડાને જોઈ જીપને રિવર્સ લેવામાં આવી રહી છે. જો કે રિવર્સ લેવા સમયે જ કાર રસ્તાની સાઈડમાં ખાબકે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈજાગ્રસ્ત 2 પ્રવાસીઓની સ્થિતિ ગંભીર છે અને તેને અલીપુરદ્વાર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, જો વન વિભાગના અધિકારીઓનું માનીએ તો ગેંડાઓએ અત્યાર સુધી કોઈ પ્રવાસીઓ પર હુમલો કર્યો ન હતો.
મહોબામાં ખતરનાક અકસ્માત, ડમ્પરે સ્કૂટી સાથે માસૂમને 2 કિમી સુધી ઢસેડ્યો, થયું મોત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube