Watch: મહોબામાં ખતરનાક અકસ્માત.. ડમ્પરે સ્કૂટી સાથે માસૂમને 2 કિમી સુધી ઢસેડ્યો, દાદા-પૌત્રનું મોત

Mahoba Road Accident: આ દુર્ઘટના બાદ સ્થાનીક લોકોએ ટ્રક પર પથ્થર ફેંક્યા તો ચાલકે ટ્રક રોકી હતી. ત્યાં સુધી માસૂમનું મોત થઈ ગયું હતું. આ દુર્ઘટના બાદ લોહીથી લથપથ બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. 
 

Watch: મહોબામાં ખતરનાક અકસ્માત.. ડમ્પરે સ્કૂટી સાથે માસૂમને 2 કિમી સુધી ઢસેડ્યો, દાદા-પૌત્રનું મોત

મહોબાઃ Mahoba News: મહોબામાં એક ખતરનાક ઘટના જોવા મળી છે. અહીં પૂર ઝડપે આવી રહેલા ટ્રકે પહેલા સ્કૂટીને ટક્કર મારી અને દુર્ઘટનામાં દાદા-પૌત્રનું મોત થઈ ગયું છે. ટ્રક ચાલક ત્યાં રોકાયો નહીં તેણે સ્કૂટીને બે કિલોમીટર સુધી ઢસેડી હતી. જેનો હચમચાવી દેતો વીડિયો પણ સામે આવ્યો છે. હકીકતમાં આ દુર્ઘટના શનિવારે થઈ, જ્યારે દાદા-પૌત્ર સ્કૂટી પર સવાર હતા અને ટ્રકે સ્કૂટીને ટક્કર મારી દીધી અને સ્કૂટી પર સવાર બંનેને કચડી નાખ્યા હતા. દુર્ઘટના એટલી ખતરનાક હતી કે 2 વર્ષનો માસૂમ ટ્રકમાં ફસાયેલો રહ્યો અને 2 કિલોમીટર સુધી ઢસડાયો હતો. 

સ્થાનીક લોકો દ્વારા ટ્રક પર પથ્થર ફેંક્યા ત્યારે ચાલકે ટ્રક રોક્યો હતો. પરંતુ ત્યાં સુધી માસૂમનું મોત થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં એસડીએમ અને સીઓ સહિત કોતવાલી પોલીસ સ્થળ પર પહોંચી હતી. દુર્ઘટના બાદ લોહીથી લથપથ બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યાં હતા. આ દુર્ઘટના બાદ પરિવારજનો શોકમાં છે. જે લોકો પણ આ અકસ્માત વિશે સાંભળી રહ્યાં છે તેના રૂવાંટા ઉભા થઈ ગયા છે. 

पहले देखकर आपको लगेगा कि कोई फिल्मी सीन है... ट्रक के नीचे स्कूटी फंसी है..ट्रक वाले को मालूम ही नहीं। दादा और 2 साल के पोते को 2 किमी घसीटकर मार डाला गया। घटना महोबा की है।#महोबा #Mahoba #Truck #Scooty #UP pic.twitter.com/WEEXPSPgsD

— Vaibhav Raj Shukla (@VaibhavRjShukla) February 26, 2023

પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા
તો પોલીસે બંને મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. મહોબાના એસડીએમ જિતેન્દ્ર કુમારે જણાવ્યું કે ટ્રકની ટક્કરથી દાદા અને પૌત્રનું મોત થઈ ગયું છે. મામલામાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. દાદા અને પૌત્રના દર્દનાક મોત બાદ પરિવાર શોકમાં ડૂબી ગયો છે. તો સોશિયલ મીડિયા પર અકસ્માતનો વીડિયો વાયરલ થયા બાદ લોકો પણ તે વિશે વાત કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news