Tarek Fatah Viral Video: પાકિસ્તાની મૂળના કેનેડિયન પત્રકાર તારિક ફતેહ અવારનવાર હેડલાઈનમાં રહે છે. હાલમાં જ તેઓ પોતાના એક ટ્વીટને લઈ ચર્ચામાં આવ્યા છે. આ વીડિયોમાં એક ભારતીય મહિલા ટીચર પોતાના ક્લાસમાં બાળકો સાથે ‘હર-હર શંભુ’ ગીત પર ડાન્સ કરતા અને  શીખવાડતા નજરે પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના વિવિધ વિસ્તારમાંથી આવા વીડિયો અવારનવાર સામે આવતા રહે છે. એવામાં ક્લાસના બાળકોને ડાન્સ શીખવાડતા મહિલા ટીચરનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો જોઈને દરેક વ્યક્તિ મહિલા ટીચરની સરાહના કરે છે.


સાસુ-વહુના ઝઘડા પર કોર્ટની તીખી ટિપ્પણી!, કહ્યું- દર વખતે વહુ ખોટી હોય તે જરૂરી નથી


માત્ર 20 રૂપિયામાં રેલવે આપે છે '5 સ્ટાર હોટલ રૂમ'માં રોકાવવાની સુવિધા, ખાસ જાણો


વિદેશમાં ભણવાનું સપનું થશે સાકાર! કેનેડામાં ભણવા માટે સરકાર 42 લાખ સુધી આપે છે....


‘હર-હર શંભુ’ ગીત પર ડાન્સ કરી રહ્યા છે ટીચર
આ વીડિયો તારિક ફતેહએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં લાલ સાડી પહેરેલી મહિલા શિક્ષક ક્લાસ રૂમમાં બાળકો સામે ડાન્સ કરતા જોવા મળે છે. સામે બાળકો પણ ટીચરને જોઈને ડાન્સ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વીડિયોને શેર કરતા કેપ્શન લખવામાં આવ્યું, ‘ભારતમાં ટીચર સ્કૂલના બાળકોને ‘હર-હર શંભુ’ ગીત પર ડાન્સ શીખવાડી રહ્યા છે.



યુઝર્સને પસંદ આવ્યો વીડિયો
હાલ સોશિયલ મીડિયા પર ટીચરની ખૂબ જ સરાહના કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ ટીચરની પ્રશંસા કરી રહ્યા છે. ‘હર-હર શંભુ’ ગીત પર કરવામાં આવેલો ડાન્સ અને બાળકોની માસુમીયત દરેકનું ધ્યાન પોતાના તરફ ખેંચે છે.