Indian Railways: રેલવે 20 રૂપિયામાં '5 સ્ટાર હોટલ રૂમ'માં રોકાવવાની સુવિધા આપે છે, આ રીતે કરો બુકિંગ

IRCTC Retiring Room: વધતી ઠંડી અને ધુમ્મસના કારણે લાંબા અંતરની ટ્રેનો અનેક કલાકો લેટ દોડી રહી છે. આવામાં આ ટ્રેનોથી બુકિંગ કરાવનારા મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ મુસાફરો સામે પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોવી કે પછી 'રેલવે રિટાયરિંગ રૂમ'માં સમય પસાર કરવા જેવા વિકલ્પ રહેલા છે. 

Indian Railways: રેલવે 20 રૂપિયામાં '5 સ્ટાર હોટલ રૂમ'માં રોકાવવાની સુવિધા આપે છે, આ રીતે કરો બુકિંગ

IRCTC Retiring Room: વધતી ઠંડી અને ધુમ્મસના કારણે લાંબા અંતરની ટ્રેનો અનેક કલાકો લેટ દોડી રહી છે. આવામાં આ ટ્રેનોથી બુકિંગ કરાવનારા મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ મુસાફરો સામે પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોવી કે પછી 'રેલવે રિટાયરિંગ રૂમ'માં સમય પસાર કરવા જેવા વિકલ્પ રહેલા છે. રેલવે તરફથી અપાતી રિટાયરિંગ રૂમ (RR) સુવિધા વિશે દરેકને જાણકારી હોતી નથી. RR માટે 20 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી ચૂકવીને તમે સુવિધાજનક રીતે ટ્રેનની રાહ જોઈ શકો છો. 

5 સ્ટાર હોટલના રૂમ જેવી સુવિધા
રેલવેના રિટાયરિંગ રૂમમાં તમને તે તમામ સુવિધાઓ મળે છે જે કોઈ 5 સ્ટાર હોટલના રૂમમાં મળતી હોય છે. જો તમારી પાસે કન્ફર્મ કે પછી RAC ટિકિટ હોય તો તમે રિટાયરિંગ રૂમ બુક કરાવી શકો છો. આ માટે તમારે 48 કલાક માટે માત્ર 40 રૂપિયા ચાર્જ આપવાનો રહેશે. રેલવે સ્ટેશનો પર રિટાયરિંગ રૂમની વ્યવસ્થા મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને અપાય છે. 

મોટા સ્ટેશનો પર રિટાયરિંગ રૂમની સુવિધા
તેનું  બુકિંગ કરાવવા માટે તમારી પાસે કન્ફર્મ ટિકિટ કે પછી આરએસી ટિકિટ હોવી જરૂરી છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, પુના જેવા મોટા સ્ટેશનો પર રિટાયરિંગ રૂમની વ્યવસ્થા હોય છે. તમે ટિકિટના પીએનઆર નંબરના માધ્યમથી રિટાયરિંગ રૂમ બુક કરાવી શકો છો. રિટાયરિંગ રૂમ એસી અને નોન એસી એમ બંને પ્રકારના હોય છે. મુસાફરોને આ રૂમ ફર્સ્ટ કમ-ફર્સ્ટ સર્વના આધારે અપાય છે. 

આ રીતે કરો બુકિંગ
રિટાયરિંગ રૂમના બુકિંગ માટે તમારી પાસે કન્ફર્મ ટિકિટ કે RAC ટિકિટ હોવી જરૂરી છે. આ માટે સૌથી પહેલા રેલવેની વેબસાઈટ https://www.rr.irctctourism.com/#/home પર જવાનું રહેશે. અહીં તમે રિટાયરિંગ રૂમના ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ PNR નંબરની મદદથી તમારું બુકિંગ કરાવી લો. અત્રે જણાવવાનું કે એક PNR નંબર પર એક જ રૂમનું બુકિંગ કરાવી શકાશે. 

જુઓ લાઈવ ટીવી

ભાડું
IRCTC તરફથી પીએનઆર નંબરના આધાર પર અલોટ કરવામાં આવતા રિટાયરિંગ રૂમ માટે 24 કલાક માટે 20 રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે. ડોરમેટરી માટે તમારે 10 રૂપિયા આપવાના રહે છે. જો તમારે 24 કલાકથી વધુ રોકાવવું પડે તેમ હોય તો 48 કલાકનો ચાર્જ 40 રૂપિયા થાય. આ રૂમ માટે વધુમાં વધુ એક કલાકથી લઈને 48 કલાક સુધી બુકિંગ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news