નવી દિલ્હીઃ મોદી કેબિનેટનો વિસ્તાર થઈ ગયો છે. મંત્રીમંડળ વિસ્તારમાં કુલ સાત એવા મંત્રી છે જેને રાજ્યમંત્રીથી કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન મળ્યું છે. તેમાં અનુરાગ ઠાકુર, કિશન રેડ્ડી પણ સામેલ છે. આ સાથે હરદીપ સિંહ પુરીએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ 1974 બેચના આઈએફએસ અધિકારી રહ્યા છે. તેમને પણ પ્રમોશન મળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરકે સિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. અત્યાર સુધી તે મોદી સરકારમાં ઉર્જા રાજ્યમંત્રી, સ્વતંત્ર પ્રભાવ રહ્યા છે. અમલદારશાહીનો લાંબો અનુભવ હોવાને કારણે મોદી સરકારમાં તેમને પસંદ કરવામાં આવે છે. તો ખેલ રાજ્યમંત્રી કિરણ રિજિજૂએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીદા છે. તેમના કામકાજની પ્રશંસા હંમેશા થતી રહી છે. આ સિવાય ગુજરાતથી રાજ્યસભા સાંસદ મનસુખ માંડવિયાને પણ પ્રમોશન મળ્યું છે. મનસુખ તેમને કેબિનેટ મંત્રી બનાવી દેવામાં આવ્યા છે. આ સિવાય કૃષિ રાજ્યમંત્રી તરીકે મોદી મંત્રીમંડળમાં સામેલ ગુજરાતના દિગ્ગજ નેતા પુરૂષોત્તમ રૂપાલાને પણ પ્રમોશન મળ્યું છે. તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. 


આ પણ વાંચોઃ મોદી મંત્રીમંડળના વિસ્તારમાં 15 કેબિનેટ, 28 રાજ્યમંત્રીઓએ લીધા શપથ, જુઓ લિસ્ટ  


એક નજરમાં વાંચો કોને મળ્યું પ્રમોશન
અનુરાગ ઠાકુર, કિશન રેડ્ડી, હરદીપ સિંહ પુરી, આરકે સિંહ, કિરણ રિજિજૂ, મનસુખ માંડવિયા, કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરૂષોત્તમ રૂપાલાને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. 


12 મંત્રીઓએ આપ્યા રાજીનામા
કેન્દ્રીય મંત્રી પરિષદમાં બુધવારે થનારા ફેરફાર પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 12 મંત્રીઓના રાજીનામા સ્વીકારી લીધા છે. જે મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા છે તેમાં સદાનંદ ગૌડા, રવિશંકર પ્રસાદ, થાવરચંદ ગેહલોત, રમેશ પોખરિયાલ નિશંક, ડો. હર્ષવર્ધન, પ્રકાશ જાવડેકર, સંતોષ ગંગરાર સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube