Modi cabinet reshuffle: મોદી મંત્રીમંડળના વિસ્તારમાં 15 કેબિનેટ, 28 રાજ્યમંત્રીઓએ લીધા શપથ, જુઓ લિસ્ટ
15 લોકોએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. જેમાંથી અનુરાગ ઠાકુર, પુરૂષોત્તમ રૂપાલા, કિરણ રિજિજૂ અને મનસુખ માંડવિયાને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન મળ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેબિનેટનો વિસ્તાર થઈ ગયો છે. કુલ 43 લોકોને નવા મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. 15 લોકોએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. જેમાંથી અનુરાગ ઠાકુર, પુરૂષોત્તમ રૂપાલા, કિરણ રિજિજૂ અને મનસુખ માંડવિયાને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન મળ્યું છે. આ સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયા, પશુપતિ પારસ, નારાયણ રાણે અને સર્વાનંદ સોનોવાલને પણ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. ગુજરાતથી કુલ પાંચ લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે, જેમાં ત્રણ નવા નામ સામેલ છે. આ સાથે હવે મોદી મંત્રીમંડળમાં કુલ મંત્રીઓની સંખ્યા 77 થઈ ગઈ છે.
આ મંત્રીઓને મળ્યું પ્રમોશન
અત્યાર સુધી ખેલ રાજ્યમંત્રી કિરણ રિજિજૂને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. તો ગુજરાતથી રાજ્યસભા સાંસદ પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને પણ પ્રમોશન આપી કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. અનુરાગ ઠાકુર, જી કિશન રેડ્ડી અને જગદીપ સિંહ પુરીને પણ કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતની સંખ્યા છ પર પહોંચી
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. આ સિવાય રાજ્યસભા સાંસદ પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને કેબિનેટ મંત્રી બનાવી પ્રમોશન આપવામાં આવ્યું છે. તો રાજ્યમંત્રી તરીકે ગુજરાતના ત્રણ નવા ચહેરાની એન્ટ્રી થઈ છે. જેમાં સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને સુરતના સાંસદ દર્શના જરદોશને પણ રાજ્યમંત્રી તરીકે મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. આમ કેન્દ્રીય મંત્રી મંડળમાં ગુજરાતના પ્રતિનિધિની સંખ્યા છ થઈ ગઈ છે.
કેબિનેટ મંત્રી
1. નારાયણ રાણે (ભાજપ), મહારાષ્ટ્ર
2. સર્બાનંદ સોનોવાલ (ભાજપ), આસામ
3. ડો. વિરેન્દ્રકુમાર (ભાજપ), મધ્ય પ્રદેશ
4. જ્યોતિરાદિત્ય સિંધિયા (ભાજપ) મધ્ય પ્રદેશ
5. રામચંદ્ર પ્રસાદ સિંહ (જેડીયુ) બિહાર
6. અશ્વિની વૈષ્ણવ (ભાજપ) ઓડિશા
7. પશુપતિ પારસ (એલજેપી) બિહાર
8. કિરણ રિજિજૂ (ભાજપ) અરુણાચલ પ્રદેશ (પ્રમોશન)
9. રાજકુમાર સિંહ (આર કે સિંહ) બિહાર
10. હરદીપ સિંહ પુરી (ભાજપ) (પ્રમોશન)
11. મનસુખ માંડવિયા (ભાજપ) ગુજરાત (પ્રમોશન)
12. ભૂપેન્દ્ર યાદવ (ભાજપ)
13. પુરુષોત્તમ રૂપાલા (ભાજપ) ગુજરાત (પ્રમોશન)
14. જી. કિશન રેડ્ડી (ભાજપ) તેલંગણા (પ્રમોશન)
15. અનુરાગ ઠાકુર (ભાજપ) હિમાચલ પ્રદેશ (પ્રમોશન)
રાજ્યમંત્રી
16. પંકજ ચૌધરી (ભાજપ) ઉત્તર પ્રદેશ
17. અનુપ્રિયા પટેલ (અપના દળ) ઉત્તર પ્રદેશ
18. ડો. સત્યપાલ સિંહ બઘેલ (એસ પી સિંહ બઘેલ, ભાજપ) ઉત્તર પ્રદેશ
19. રાજીવ ચંદ્રશેખર (ભાજપ) કર્ણાટક
20. શોભા કરંદલાજે (ભાજપ) કર્ણાટક
21. ભાનુપ્રતાપ સિંહ વર્મા (ભાજપ) ઉત્તર પ્રદેશ
22. દર્શના જરદોશ (ભાજપ) ગુજરાત
23. મિનાક્ષી લેખી (ભાજપ) દિલ્હી
24. અન્નપૂર્ણા દેવી (ભાજપ) ઝારખંડ
25. એ. નારાયણસ્વામી (કર્ણાટક) કર્ણાટક
26. કૌશલ કિશોર (ભાજપ) ઉત્તર પ્રદેશ
27 અજય ભટ્ટ (ભાજપ) ઉત્તરાખંડ
28. બનવારી લાલ વર્મા (બીએલ વર્મા, ભાજપ) ઉત્તર પ્રદેશ
29. અજયકુમાર (ભાજપ) ઉત્તર પ્રદેશ
30. દેવુ સિંહ ચૌહાણ (ભાજપ) ગુજરાત
31. ભગવતં ખુબા (ભાજપ) કર્ણાટક
32. કપિલ પાટીલ (ભાજપ) મહારાષ્ટ્ર
33. પ્રતિમા ભૌમિક (ભાજપ) ત્રિપુરા
34. ડો. સુભાષ સરકાર (ભાજપ) પશ્ચિમ બંગાળ
35. ભાગવત કિશનરાવ કરાડ (ભાજપ) મહારાષ્ટ્ર
36. ડો. રાજકુમાર રંજનસિંહ (ભાજપ) મણિપુર
37. ડો. ભારતી પ્રવીણ પવાર (ભાજપ) મહારાષ્ટ્ર
38. વિશેશ્વર ટુડૂ ( ભાજપ) ઓડિશા
39. શાંતનુ ઠાકુર (ભાજપ) પશ્ચિમ બંગાળ
40. ડો.મુજપરા મહેન્દ્રભાઈ (ભાજપ) ગુજરાત
41. જ્હોન બરાલા (ભાજપ) પશ્ચિમ બંગાળ
42. ડો. એલ મુરુગન (ભાજપ) તમિલનાડુ
43. નિસિથ પ્રમાણિક (ભાજપ) પશ્ચિમ બંગાળ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે