મુંબઇ: મોટા શહેરોમાં મોટી કોલોનીઓમાં રહેનાર ભણેલા ગણેલા લોકોને મહારાષ્ટ્ર  (Maharashtra)ના એક ગામમાંથી કંઇક શીખવાની જરૂર છે. અહીં રાશનની દુકાન પર ન તો ભીડ લાગે છે અને ના તો ધક્કા મુકી થાય છે. એકબીજાથી અંતર રાખવા માટે કોઇને કહેવું પડતું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે અહીં કોરોનાથી લડવા માટે ફિજિકલ ડિસ્ટેંસિંગની અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઇથી 125 કિલોમીટર દૂર ઇગતપુરીના રિમોટ વિલેજ માનવેઢેમાં એક મહિલા રાશન દુકાનદાર પૂર્ણિમા ભાગડેએ આ કામમાં મગજ વાપર્યું છે. 


તેમના ઘરમાં કેટલીક જૂની પાઇપ અને એક લાઉડસ્પીકરનું ભૂંગળુ પડ્યું હતું. તેમણે તેને સાફ કરીને અને સેનિટાઇઝ કરીને તેનો ઉપયોગ શરૂ કરી દીધો છે. આ દુર્ગમ વિસ્તારમાં વડાપ્રધાન ગરીબ ધાન યોજના હેઠળ પ્રતિ વ્યક્તિ પાંચ કિલો ચોખા મફતમાં આપવામાં આવે છે અને તેના માટે આ દુકાન છે. તેમની દુકાનની બહાર રાશન લેવા માટે આવનાર આદિવાસીઓને લાઇનમાં થોડા ઉભા રહેવા માટે ગોળ રાઉન્ડ બનાવ્યા છે. 


જેનો નંબર આવે છે તે વ્યક્તિ પોતાની થેલીને પાઇપની એક તરફ રાખે છે, બીજી તરફ દુકાનદાર તેમાં રાશન નાખે છે, જે સીધા આકારમાં ઝોલીમાં પડે છે. આ સિસ્ટમથી પ્રભાવિત થઇને હવે સ્થાનિક વહિવટીતંત્ર આ દુર્ગમ વિસ્તારની બાકી સરકારી દુકાનોમાં પણ લાગૂ કરાવવા અંગે વિચાર કરી રહી છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર