રાશિફળ 8 જૂન 2020: આજે થશે ધનલાભ, આ રાશિવાળાઓ માટે સારો રહેશે દિવસ
ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે.
નવી દિલ્હી: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.
મેષ
મજબૂત આત્મવિશ્વાસના લીધે તમે જોખમ ભરેલા કામોમાં સફળતા પ્રાપ્ત કરશો. પૈસા અને બિઝનેસના મામલે ધ્યાન આપવું પડશે. કેરિયરમાં આગળ વધવાની તક મળી શકે છે. સામાજિક સન્માન પણ વધી શકે છે. પારિવારિક સંબંધોમાં સુધારાના યોગ બનેલા છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. તમારો ખર્ચ વધી શકે છે.
વૃષભ
દિવસભના કામકાજ ખૂબ રહેશે. કેટલાક લોકો પોતાના કામ કઢાવવાનો પ્રયત્ન કરી શકે છે. સાવધાન રહો. મન ભટકાતાં કામ પર ધ્યાન આપવામાં મુશ્કેલી થશે. વધુ ન વિચારો. પોતાના દિલની વાત પાર્ટનરથી બિલકુલ ન છુપાવો. શારિરીક રૂપથી વધુ નહી, પરંતુ સામાન્ય પરેશાનીઓ જરૂર રહેશે.
મિથુન
બિઝનેસ અને નોકરીમાં પરિવારનો સહયોગ મળશે. કાર્યસ્થળ પર સમજી વિચારીને બોલો, ઉન્નતિના માર્ગ ખુલશે. બિઝનેસમાં ફાયદો થવાના યોગ છે. ઘરમાં ઉપયોગ થનાર વસ્તુઓ ખરીદી શકો છો. તમારી વિચારસણી પોઝિટિવ રાખો. વિશ્વનીય વ્યક્તિનો સાથ પણ મળી શકે છે. તમારો પાર્ટનર સંવેદનશીલ મૂડમાં રહેશે. તમારી ભાવનાઓનું સન્માન થશે. તમને તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે.
કર્ક
નવા બિઝનેસ તરફ આકર્ષિત થશો. નોકરીમાં ફેરફારના યોગ છે. ઇનકમ વધી શકે છે. કોઇ જૂની યોજના અચાનક યાદ આવી શકે છે અને તમે તેના પર કામ કરવાનો પ્રયત્ન કરશો. વ્યવહાર કુશળતાથી તમને અધિકારીઓ પાસેથી સન્માન મળી શકે છે. સ્વાસ્થ્યમાં પણ સુધારો થઇ શકે છે. જૂના રોગ દૂર થઇ શકે છે. કંઇક નવું કરવાની પણ ઇચ્છા પણ થશે.
સિંહ
બિઝનેસમાં નવી યોજનાઓ બની શકે છે. અટકેલા નાણા મળવાનો યોગ છે. કોઇની પાસેથી પૈસા ઉધાર લેવા પડી શકે છે. તમારા પ્રયત્નો સફળ થઇ જશે. જો તમારા માટે ઘણી હદે ફાયદાકારક થઇ શકે છે. જીવનસાથીની સહયોગ મળી શકે છે. આજે તમારી કોઇ ઇચ્છા પુરી થઇ જશે. અપરણિત લોકો માટે સારો દિવસ છે. લગ્નનો પ્રસ્તાવ મળવાના યોગ બની શકે છે.
કન્યા
નોકરી અને બિઝનેસના નિર્ણય ભાવનાઓમાં આવીને ન લો. વિવાદોનો સામનો કરવો પડી શકે છે. કોઇ જૂના વિવાદ સામે આવી શકે છે. પરિવારની સમસ્યાઓ બની રહેશે. માનસિક પરેશાનીઓ વધી શકે છે. નજીકના સંબંધોમાં અચાનક ઉલટફેર થવાના યોગ છે. તેનાથી તમે થોડા પરેશાન થઇ શકો છો. વાહનનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરો.
તુલા
લોનથી છુટકારો મળી શકે છે. તમારા કામ નજર રાખો. અધિકારીઓનો સહયોગ મળશે. આજે તમારા માટે યોજના બનાવવી મહેનત કરવાથી વધુ ઉત્તમ સાબિત થઇ શકે છે. તમારા માટે પરિવાર જમીન-સંપત્તિના કેસ, મિત્રો અને સંબંધીઓ ખાસ હોઇ શકે છે. તમારો વ્યવહાર પાર્ટનરને ખુશ કરશે. કંઇક નવું અને સકારાત્મક કામ કરશો, તો તમે તમારા જીવનમાં ખૂબ સુધારો કરી શકો છો.
વૃશ્વિક
બિઝનેસ તક મળશે. તમારું કોઇ ખાસ કામ પુરૂ થઇ શકે છે. તમારું સ્વાસ્થ્ય ઠીક રહેશે. ભૌતિક સુખ સુવિધાઓ તરફ તમારું વલણ વધશે. વ્યક્તિગત સમસ્યાઓ દૂર થશે. જમીન-સંપત્તિ ખરીદવામાં તમારું ધ્યાન રહેશે. રોકાણની યોજના બની શકે છે. અચાનક સૂઝનાર વાત અથવા અચાનક મળનાર કોઇ વ્યક્તિ તમને ફાયદો અપાવશે. તમને આરામ મળી શકે છે.
ધન
નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. પોતાનો કોઇ બિઝનેસ છે તો તેના પર ધ્યાન આપવું. બિઝનેસ અને કામકાજ સાથે જોડાયેલી પરેશાનીઓ દૂર થશે. કામ વિનાની દોડધામ દૂર થશે. તમારા માટે દિવસ સારો છે. ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. લવ લાઇફ અને દામ્પત્ય જીવન માટે સમય સારો છે. થાક અને તણાવની ફરિયાદો પણ દૂર થશે.
મકર
આથિક મામલે સુધારો થઇ શકે છે. નવા કોન્ટેક્ટથી ફાયદો થઇ શકે છે. તમારા કામની પ્રશંસા પણ થશે. અચાનક ક્યાંકથી ધન લાભ પણ થઇ શકે છે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. દામ્પત્ય જીવન પણ તમારા માટે સુખદ રહેશે. લવ લાઇફ માટે દિવસ સારો રહેશે. ભારે ભોજન કરવાથી મુશ્કેલી થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
કુંભ
બિઝનેસમાં આત્મનિર્ભરતા રહેશે. નવા લોકો સાથે કોન્ટેક્ટ બનશે. સાથે જ લોકો પાસેથી સહયોગ મળી શકે છે. નવા લોકો સાથે સારા સંબંધ રહેશે. તમારી આર્થિક સ્થિતિમાં જોરદાર સુધારો લાવવા માટે સફળ રહેશે. તમારા વિચારેલા કામ સમયસર પુરા થઇ જશે. જૂની સમસ્યાઓનું સમાધાન મળી શકે છે.
મીન
આજે તમે તમારી વાણી પર સંયમ રાખી શકો છો. અનિયમિત દિનચર્યાના કારણે આળસ અને થાક હોઇ શકે છે. કેટલાક કામોમાં મુશ્કેલી રહેશે. ઇનકમ અનુસાર જ ખર્ચ કરો તો સારું રહેશે. તમારા આત્મવિશ્વાસને કાબૂમાં રાખો. કોઇવાત પર થોડી બેચેની પણ થઇ શકે છે. જોશમાં આવીને નવું રોકાણ ન કરો. કામકાજમાં મુશ્કેલી વધી શકે છે. તમારી તબિયત સામાન્ય રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube