આજનું પંચાંગ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારીખ

11 જુલાઈ, 2018 બુધવાર

માસ

જેઠ વદ તેરશ

નક્ષત્ર

મૃગશીર્ષ

યોગ

વૃદ્ધિ

ચંદ્ર રાશી

વૃષભ (2 વાગ્યા પછી મિથુન)

અક્ષર

બવઉ (કછઘ)


  1. આજે બુધવાર છે. શ્રીવિષ્ણુની ઉપાસના કરવી અતિ શુભ રહેશે.

  2. જે પતિ-પત્નીને વૈમનસ્ય હોય એટલે કે અણબનાવ હોય તે જાતકો રુકમણિએ શ્રીકૃષ્ણને જે પ્રેમ પત્ર લખ્યો હોય તેનું સંધ્યાકાળે અચૂક વાંચન કરજો. શ્રીમદ્ ભાગવતમાં આ પત્ર છે.

  3. આજે શ્રીનારાયણને માખણ, મીસરી, મીઠાં ફળ, તુલસી અર્પણ કરી શકાય.

  4. કેસર જળથી શ્રીભગવાનનો અભિષેક પણ કરી શકાય.

  5. આજે ગાયોનું પૂજન કરી તેમને ઘાસચારો નીરજો શુભત્વ પ્રાપ્ત થશે.


રાશી ભવિષ્ય


મેષ (અલઈ)

  1. અચાનક ધન લાભની શક્યતા છે.

  2. ઘરમાં આનંદનું વાતાવરણ રહે.

  3. જમીન મકાન ક્ષેત્રે જે જાતકો કાર્યરત હોય તેમના માટે સાનુકૂળતા.

  4. આજે જણાવેલા ઉપાય અવશ્ય કરજો.

વૃષભ (બવઉ)

  1. આજથી ધીમે ધીમે દિવસો સરળ બનતા જશે.

  2. પરણીત જાતકોએ આરોગ્ય સાચવવું.

  3. માથામાં થોડો દુઃખાવો રહે.

  4. માઈગ્રેનથી જે જાતકો પીડાતા હોય તેમણે વિશેષ સાચવવું.

મિથુન (કછઘ)

  1. સરકારી ક્ષેત્રે કાર્યની સરળતા રહે.

  2. વાગવા-પડવાથી સાચવવું.

  3. ધનવ્યયના યોગ પણ દર્શાવે છે.

કર્ક (ડહ)

  1. કુટુંબ દ્વારા ધનલાભ થઈ શકે.

  2. પ્રણયીજનોએ આજે સાવચેત રહેવું. સંબંધમાં તીરાડ પડી શકે છે.

  3. ચામડીના રોગથી વિશેષ જાળવવું.

સિંહ (મટ)

  1. તમારો પ્રભાવ વર્તાય.

  2. ઘરમાં તમારું કહેલું માનવામાં આવે.

  3. પણ મિત્રો સાથે ચડભડ થાય તેવું દેખાય છે.

  4. આરોગ્ય જળવાઈ રહેશે.

કન્યા (પઠણ)

  1. પિતા સાથે ખટરાગ ટાળવો.

  2. ઓફિસમાં પોતાના અધિકારી સાથે થોડી ગેરસમજ થઈ શકે.

  3. આજે નવ બોલ્યામાં નવગુણ છે એમ સમજી રાખજો.

તુલા (રત)

  1. પારીવારીક સુખ જોખમાઈ શકે છે.

  2. વેપારી મિત્રોએ ઉગ્ર ન થવું.

  3. લાભ ચોક્કસ મળશે. સંબંધો દ્વારા આજે આવક થાય.

  4. સાસરી પક્ષ સાથે મનમોટાવ થઈ શકે છે.

વૃશ્ચિક (નય)

  1. બ્લડ પ્રેશરના દર્દીઓએ જાળવવું.

  2. એનિમિયાથી પીડાતા દર્દીઓએ પણ સાચવવું.

  3. સ્ત્રી જાતકોએ પતિના આરોગ્યને વિશેષ જાળવવું.

ધન (ભધફઢ)

  1. આજથી આપને વિશેષ સાનુકૂળતા છે.

  2. ભાગ્યબળવાન છે. આજે લાભ લેજો.

  3. કફજન્ય બિમારીથી સાચવવું.

  4. માતાનું આરોગ્ય પણ કથળી શકે છે.

મકર (ખજ)

  1. પહેલું સુખ તે જાતે નર્યા આ ઉક્તિ સફળ કરવી પડશે.

  2. તમારી જાત સિવાય તમારું બધું સારું જ છે.

  3. એટલે કે આરોગ્યને પ્રાધાન્ય આપજો.

  4. ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે.

કુંભ (ગશષસ)

  1. હિમોગ્લોબીનની કમી થતા રોગથી સાવધાન રહેવું.

  2. સંતાનની ચિંતા સતાવે. થોડું મતભેદ રહે.

  3. ઘરમાં સુખશાંતિનો અભાવ વર્તાય.

  4. સંયમથી દિવસ પસાર કરવો.

મિન (દચઝથ)

  1. સંબંધોમાંથી ઉષ્મા અચાનક ગાયબ થઈ ગયેલી જણાય.

  2. માતાનું આરોગ્ય જાળવવું.

  3. કૌટુંબીક ઉતારચઢાવનો સામનો કરવો પડે.

  4. કાર્યમાં આપ પરોવાયેલા રહો. આપ આપના કાર્યને પૂર્ણપણે ન્યાય આપવા પ્રયત્ન કરો.


જ્યોતિષિચાર્ય: અમિત ત્રિવેદી