આજનું પંચાંગ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારીખ

23 જુલાઈ, 2018 સોમવાર

માસ

અષાઢ સુદ એકાદશી

નક્ષત્ર

અનુરાધા

યોગ

શુકલ

ચંદ્ર રાશી

વૃશ્ચિક

અક્ષર

ન, ય


  1. આજે દેવપોઢી એકાદશી

  2. આજથી શ્રીવિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં પાતાળમાં શયન કરે છે.

  3. આજે એકાદશીનો ઉપવાસ કરવાથી ખૂબ જ પુણ્યબળ પ્રાપ્ત થાય છે.

  4. આ વ્રત બ્રહ્માજીએ નારદજીને બતાવ્યું હતું અને શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને સમજાવ્યું હતું.

  5. વળી, આજથી ચાતુર્માસનો પ્રારંભ પણ થાય છે.

  6.  સાથે સાથે, આજે ગૌરીવ્રતનો પણ પ્રારંભ થાય છે, જે પાંચ દિવસ સુધી ચાલશે.

  7. આજે દેવપોઢી એકાદશી એટલે કે શુભકામ હવે ન થાય કારણ કે, દેવની હાજરી નથી. હવે કારતક સુદ એકાદશીએ દેવઉઠી એકાદશી આવશે જ્યારે શ્રીવિષ્ણુ પુનઃ વૈકુંઠમાં પધારશે ત્યારથી પુનઃ શુભકાર્ય એટલે લગ્નાદિક કાર્યો થઈ શકે.

  8. આજથી વીંછુડાનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે.


મેષ (અલઈ)

  1. મનની શાંતિ જોખમાય

  2. સંધ્યા સમયે આપને સારા સમાચાર મળે.

  3. જે આપનો મૂડમાં લાવી દેશે.

  4. પ્રેમી પાત્રો માટે આજનો દિવસ આનંદપૂર્ણ વીતે

વૃષભ (બવઉ)

  1. કુટુંબ કલહના યોગ સર્જાયા છે, સાવચેત રહેજો

  2. પત્નીની અચાનક બિમારીના સમાચાર મળે

  3. સૂર્યદેવનું બળ આપને મળી રહેશે

  4. તેમનો મંત્રજાપ કરજો સમય સાથ આપશે

મિથુન (કછઘ)

  1. આરોગ્યને હાનિ જોઈ રહ્યો છું

  2. પરિવારમાં આજે તણાવની સ્થિતિ પણ સર્જાઈ શકે

  3. ગુરૂગ્રહ આજે આપની મદદે આવશે

  4. આપને દુષ્પરિણામનો સામનો નહીં કરવો પડે

કર્ક (ડહ)

  1. આજે પરિવારના વડીલ સાથે વાદવિવાદ ન કરવો

  2. પૈસો આરોગ્ય પાછળ ખર્ચાઈ શકે છે

  3. ઘરમાં ધાર્યા કરતા વધુ ખર્ચ પણ થાય

  4. દિવસની પૂર્ણાહુતિ લાભ સાથે થશે

સિંહ (મટ)

  1. પ્રેમસાગર ઘણો ઊંડો અગાધ છે

  2. અહીં આવેશની સાથે સાથે શાણપણ પણ જોઈશે

  3. ઘરમાં તકરાર ન થાય તેની સાવધાની રાખવી

  4. આજે શુક્રદેવ આપની મદદે આવશે અને પરિસ્થિતિ થાળે પાડશે

કન્યા (પઠણ)

  1. પ્રતિપક્ષ તરફથી સહકાર સારો મળે

  2. પતિ-પત્ની આજે એક મનના રહી કાર્ય પાર પાડો

  3. મુસાફરીની શક્યતા વર્તાય છે

  4. આ મુસાફરી આનંદથી ભરપૂર હોઈ શકે છે

તુલા (રત)

  1. ધન અને વૈભવમાં વૃદ્ધિ થાય

  2. ભાઈ-ભાંડુના કાર્યમાં વ્યસ્તતા રહે

  3. દાક્તરી વ્યવસાય સાથે સંકળાયેલા સૌને લાભ

વૃશ્ચિક (નય)

  1. ધન લાભ થશે

  2. સ્થાનાંતરની શક્યતા પૂર્ણ ઘડાઈ ચૂકી છે

  3. યુવામિત્રો આપ પ્રેમસાગરમાં ડૂબકીઓ ખાવ છો પણ ચેતવું આવશ્યક છે

  4. જો પરણિત હોવ તો ગંભીર પરિણામ ભોગવવા પડશે

ધન (ભધફઢ)

  1. જીવનસાથીની બિમારીથી સાચવવું

  2. જનનાંગોની બિમારીથી વિશેષ સાચવવું

  3. વેપારી મિત્રોને નિરસતા રહે

  4. નોકરી કરતા જાતકોને સાનુકૂળતા રહે

મકર (ખજ)

  1. લગ્નવાંછુ યુવક-યુવતીઓ માટે સાનુકૂળતા

  2. ભાગીદારી પેઢી માટે લાભપ્રદ દિવસ

  3. જીવનસાથી દ્વારા સહકાર

  4. આરોગ્ય જાળવજો

કુંભ (ગશષસ)

  1. નોકરીના સ્થાનમાં કોઈ ઉગ્ર વિવાદ ન થાય તે જોવુ

  2. જો બઢતીની વાતો ચર્ચાતી હોય તો આજે જોર પકડે

  3. સંધ્યા સમયે વિશેષ સાવધાની રાખવી પડશે

  4. આજે સૂર્યદેવ તમારી મદદે આવશે તેમનો મંત્રજાપ કરજો

મીન (દચઝથ)

  1. આજે ભાગ્યનો સાથ મળશે

  2. દિવસ દરમિયાન કોઈ ફરિયાદ નહીં હોય

  3. આપ હૃદયમાં જાત જાતના સમીકરણો ગોઠવશો

  4. પણ, આજનો દિવસ સરળતાથી પસાર થશે


જ્યોતિષિચાર્ય: અમિત ત્રિવેદી