રાશિફળ 26 જૂન: આ રાશિના જાતકો ખાસ કરે ગણેશજીની ઉપાસના
વીંછુડો હજુ પ્રવર્તી રહ્યો છે.
રવિયોગ સવારે 7.08 થી આવતીકાલ સવારે 9.30 સુધી
આજે ગણેશજીની ઉપાસના સૌ ખાસ કરજો. કારણ કે મંગલ દેવ મધરાતથી વક્રી થશે અત્યારે સ્તંભી છે. માટે ગણેશજીની પ્રાર્થના અવશ્ય કરજો.
આજે ગણેશકવચનો સૌ પાઠ કરજો.
ગણેશજીને લાડુ ધરાવજો. અને ઘરમાં શક્ય હોય તો સંધ્યા સમયે જે દિપપ્રાગટ્ય કરો તે લગભગ 2 કલાક સુધી દિપ દેવ પ્રજ્વલીત રહે તેવું પણ શક્ય હોય તો પ્રાવધાન કરજો.
ધનસ્થાન પ્રબળ
આત્મવિશ્વાસ પણ પ્રબળ
બપોર સુધીનો સમય થોડું મન અશાંત રહે પણ ચિંતા ન કરશો.
સર્વ શુભ જ છે.
શુભ સમય છે.
ધન યોગ છે, કાર્ય સિદ્ધિનો યોગ પણ છે.
રાજનીતીમાં જેમને અટક્યું કામ કઢાવવું હોય તે સક્રીય થઈ શકે છે.
જાહેરજીવનમાં હોય તે સૌ માટે શુભ છે.
પરિવારમાં સંયમ પૂર્વક રહેવું
વાદ-વિવાદ પીછો નથી છોડતું.
જેમ જેમ દિવસ વીતતો જશે તેમ તેમ સારું થતું જશે.
ઢીંચણની બિમારીથી અવશ્ય જાળવજો.
નોકરીયાતોને ખાસ વિનંતી કે નોકરીમાં શાંતીથી દિવસ પસાર કરજો.
દિવસ લાભપ્રદ અવશ્ય છે.
મોડી સાંજે સારા સમાચાર મળી શકે છે.
ધનવ્યયના યોગ છે.
આરોગ્ય પણ જાળવવાનું રહેશે.
પરણીત હોવ તો સાસુમા સાથે વિશેષ સુમેળ રાખજો.
ઘરમાં સુખ-શાંતિ જાળવવા પ્રયત્ન કરવો.
આજે પ્રત્યેક પ્રયત્ને લાભ છે.
આજનો દિવસ અતિ સાનુકૂળ છે.
તમને એમ થશે કે રોજ આવું થાય તો હું ક્યાંનો ક્યાં નીકળી જાઉં.
પણ, સહકર્મચારી અને નાનાભાઈબહેન સાથે સુમેળ રાખજો.
આપના પ્રયત્નોમાં ભાગ્યનો સાથ મળે.
ધર્મક્ષેત્રના પ્રવાસ પણ સૂચવે છે.
કુટુંબમાં ખાસ આપ વાણીનો સંયમ જાળવજો.
ગળાનું કોઈ ઈન્ફેક્શન હોય તો ખાસ સાચવજો.
આજે આપને કાળજી રાખવાની છે.
આપનો રાશી સ્વામી મંગળ દેવ વક્રી થઈ રહ્યા છે.
કોઈ અણગમતું પરિણામ ન મળે તેની તકેદારી રાખજો.
આજે આપ ગણેશજીની ઉપાસના ખાસ કરજો.
અકસ્માતના યોગ સૂચવે છે.
સાવધાની રાખજો.
ઉશ્કેરાટ ઉપર ખાસ અંકુશ રાખવાનો છે.
આજે ગણેશજી આપને સૌ વિઘ્નથી બચાવશે.
આપને લાભ પ્રદ દિવસ છે.
જીવન સાથી દ્વારા શુભસમાચાર મળે.
સવારે વાદ-વિવાદમાં સંયમ રાખવો.
મનની વાત શાલીનતાથી રજૂ કરજો.
ઉશ્કેરાટ ઉપર કંટ્રોલ રાખજો.
કોઈની સાથે વાદવિવાદ દરમિયાન મોટો અવિવેક ન થઈ જાય તેનું ધ્યાન રાખજો.
ડિપ્રેશન જેવો અહેસાસ પણ થાય.
આજે ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરજો.
વાણીમાં ખાસ સંયમ રાખવો પડશે.
સાંજના સમયે ખૂબ સાનુકૂળતા રહેશે.
અચાનક જાણે શાણપણ ગાયબ થઈ જાય અને અણગમો થાય તેવું વર્તન પણ થઈ જાય માટે ચેતજો.