નવી દિલ્હી: 2019માં યોજાનારી લોકસભા ચૂંટણી માટે બધી રાજકીય પાર્ટીઓએ કમર કસી લીધી છે. લોકસભા ચૂંયણીની તૈયારીની શરૂઆતમાં દિલ્હી અને પંજાબમાં પ્રવેશ કરી ચૂકેલી આમ આદમી પ્રાટીએ તેમના 5 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પંજાબ આમ આદમી પાર્ટી કોર કમેટીના ચેરમને, પ્રિન્સિપાલ બુદ્ધ રામ અને તલવંડી સાબોથી ધારાસભ્ય બલજિંદર કોરે મંગળવારે એક પ્રેસ કોન્ફરેન્સને સંબોધિત કરી અને ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજધાની ચંડીગઢમાં પ્રેસ કોન્ફરેન્સને સંબોધિત કરી સાબોથી ધારાસભ્ય બલજિંદર કોરે કહ્યું કે પાર્ટીની તરફતી સત્તાવાર પર પંજાબની 5 લોકસભા સીટો પર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે પંજાબની પાર્ટી કાર્યકર્તાઓને દિલ્હીના સીએમ અને પાર્ટીના અધ્યક્ષ કેજરીવાલની તરફથી સૂચનાઓ આપવામાં આવી છે કે તેઓ દિલ્હી મોડલના આધારે ચૂંટણી લળશે.



કઇ લોકસભા સીટથી કયા ઉમેદવારને મળશે ટિકિટ
સંગરૂર લોકસભા સીટથી ભગવંત માન
ફરિદકોટ લોકસભા સીટથી સાધૂ સિંહ
હોશિરપૂર લોકસભા સીટથી રવજોત સિંહ
અમૃતસર લોકોસભા સીટથી સરદાર કુલીપ સિંહ ઘાલીવાલ
આનંદપુર સાહિબ લોકસભા સીટથી નરિંદર સિંહ શેરગિલને ટીકિટ આપવામાં આવી છે.


કેન્દ્ર અને રાજ્ય સરકાર પર લગાવ્યા આરોપ
પ્રેસ કોન્ફરેન્સને સંબોધિત કરતા આમ આદમી પાર્ટીના નેતાઓને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. બલજિંદર કોરે આરોપ લગાવ્યો હતો કે સરકારે ખેડૂતો માટે માત્ર ખોટા વચનો કર્યા છે. જેનાથી સામાન્ય લોકો અને ખેડુતો હેરાન છે. ત્યારે રાજ્યની સત્તાસીન પાર્ટીની સરકાર અને સીએણ કેપ્તાન અરરિંદર સિંહ પર આરોપ લગાવ્યો હતો કહ્યું કે તેમણે ખોતા વચનો આપ્યા છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...