નવી દિલ્હીઃ  વડાપ્રદાન નરેન્દ્ર મોદીના નિવાસ સુધી આમ આદમી પાર્ટીની વિરોધ માર્ચ પહેલા દિલ્હી પોલીસે કહ્યું કે, આ માટે મંજૂરી માંગવામાં આવી નથી, જ્યારે આપ પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો કે, પાર્ટી સમર્થકોને રેલીમાં ભાગ લેતા રોકવામાં આવે છે. આપ, ઉપરાજ્યપાલ અનિવ બૈજલના કાર્યાલયમાં 6 દિવસથી ધરણા પર બેઠેલા દિલ્હીના મુખ્યપ્રધાન અને તેના મંત્રિમંડળના સહયોગિઓના સમર્થનમાં માર્ચ કાઢી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમના કાર્યકર્તાઓ મંડી હાઉસ ખાતે ભેગા થયા છે. આ કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ ગયો છે. આપના આ પ્રદર્શનને સીપીએમનો પણ સાથ મળ્યો છે. સીપીએમના કાર્યકર્તાઓ પણ મંડી હાઉસ ભેગા થયા છે. દિલ્હી શિક્ષક સંઘ પણ કેજરીવાલના સમર્થનમાં મંડી હાઉસ પહોંચી ગયું છે. 



 


આમ આદમી પાર્ટી (આપ)ના નેતા રવિવાર (17 જૂન) વડાપ્રધાન મોદીના આવાસનો ઘેરાવ કરશે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને એલજી અનિલ બૈજલ વચ્ચે ગતિરોધ જારી છે. કેજરીવાલ પોતાના સહયોગિઓની સાથે રાજનિવાસ પર ધરણા પર બેઠા છે. 


આપ પ્રવક્તા પંકજ ગુપ્તાએ કહ્યું કે, દિલ્હીમાં એક વિરોધ-પ્રદર્શનની તૈયારી છે. આ સાંજે 4 કલાકે શરૂ થશે. આ માટે પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓએ તૈયારી કરી લીધી છે. દિલ્હી પોલીસે આ પ્રદર્શન માર્ચની મંજૂરી આપી નથી. 



ચાર મેટ્રો સ્ટેશનના ગેટ રહેશે બંધ
દિલ્હીના ડીસીપી મધુર વર્માએ કહ્યું કે,  આપ તરફથી પ્રદર્શન માર્ચ માટે મંજૂરી લેવામાં આવી નથી. પોલીસે પ્રદર્શનને ધ્યાનમાં રાખીને 4 મેટ્રો સ્ટેશનના ગેટ બંધ કરી દીધા છે. 



કોઈ હિંસા નહીં થાઈ
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યું કે, હું આશ્વાસન આપું છું, કોઈ હિંસા નહીં થાઈ. તેણે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું, હું પોલીસ અને પીએમઓને આશ્વાસન આપું છું કોઈ હિંસા નહીં થાઈ. તેણે આગળ કહ્યું, પોલીસ ધારાસભ્યોને કોલ કરી રહી છે, ધમકાવામાં આવી રહ્યાં છે. બસોને ધારાસભ્યોના વિસ્તારમાં રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જેથી પીએમ આવાસ સુધી કાર્યકર્તા ન પહોંચે. જ્યારે સરકાર જનતાથી ડરવા લાગે તો સમજી લેજો કે સરકારને જવાનો સમય આવી ગયો છે.