Arvind Kejriwal News: આમ આદમી પાર્ટીના નેતાઓએ દાવો કર્યો છે કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને આજે ઈડી ધરપકડ કરી શકે છે. પાર્ટીના કદાવર નેતાઅને દિલ્હી સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજે ટ્વીટ કરીને કહ્યું કે ગુરુવારે સવારે મુખ્યમંત્રી કેજરીવાલજીના ઘરે ઈડી પહોંચીને તેમની ધરપકડ  કરવાની છે. આ જ રીતે આતિશી સિંહે પણ ટ્વીટ કરી અને કહ્યું કે ઈડીના અધિકારી સીએમ કેજરીવાલના ત્યાં આજે દરોડા મારવા જઈ રહ્યા છે અને ધરપકડ પણ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારે થવાનું હતું હાજર
દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ મામલે પૂછપરછ માટે ઈડીએ મોકલેલા ત્રીજા સમન છતાં સીએમ કેજરીવાલ પૂછપરછ માટે પહોંચ્યા નહતા. તપાસ એજન્સીને તેમણે પત્ર લખીને જવાબ પાઠવતા કહ્યું કે તેઓ તપાસ એજન્સી સામે હાજર થશે શકશે નહીં. તેમણે જણાવ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણીના કારણે તેઓ વ્યસ્ત છે. જો કે તેઓ કોઈ પણ સવાલનો જવાબ આપવા માટે તૈયાર છે. નોટિસને ગેરકાયદેસર ગણાવતા કહ્યું હતું કે ઈડીના અધિકારી કેસ સંબંધિત સવાલોની યાદી મોકલી દે તો તેઓ જવાબ આપવા માટે તૈયાર છે. દિલ્હી એક્સાઈઝ મામલે ઈડીના અધિકારી કારણ વગર ગોપનીયતા જાળવી રહ્યા છે. મનમાની રીતે કામ કરે છે. તેમણે કહ્યું હતું કે સમન તેમના સુધી પહોંચતા પહેલા જ જાહેર થઈ ચૂક્યો હતો. આવામાં સવાલ એ ઉઠે છે કે સમનનો હેતુ પૂછપરછનો છે કે પછી તેમની પ્રતિષ્ઠા ખરડવાનો છે. 




ઓક્ટોબરમાં પણ ઈશ્યું થયું હતું સમન
સીએમ અરવિંદ કેજરીવાલને ઈડીએ ઓક્ટોબરમાં પણ સમન પાઠવીને બે નવેમ્બરે હાજર થવાનું કહ્યું હતું. પરંતુ તે સમયે તેઓ તપાસ એજન્સી સામે હાજર થયા નહતા. તે સમયે તેમણે અલગ અલગ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત હોવાનું કારણ રજૂ કર્યું હતું. ઈડી સામે રજૂ થવા માટે સમન માંગ્યુ હતું. અત્રે જણાવવાનું કે મંગળવારે એટલે કે 2 નવેમ્બરે તેમના વકીલોએ ઈડીના સમનને ગેરકાયદેસર ગણાવ્યું હતું.