નવી દિલ્હી : એક્ઝિટ પોલનાં પરિણામો બાદ હવે EVM પર ધમાસાણ ચાલી રહ્યું છે. આમ આદમી પાર્ટીએ EVM સાથે છેડછાડની આશંકા વ્યક્ત કરી છે. આપ નેતા સંજયસિંહે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યા. સિંહે કહ્યું કે, હિન્દુસ્તાનનાં ઇતિહાસમાં પહેલીવાર એવું થયું કે મતદાનનાં ટકા નથી દેખાડવામાં આવી રહ્યા. લોકસભામાં તે જ દિવસે મતદાનની ટકાવારી દેખાડી દેવામાં આવી હતી, પરંતુ દિલ્હી ચૂંટણીમાં એવું નથી કર્યું. સિંહે કહ્યું કે, 70 વિધાનસભાનો મત વ્યક્ત કરવામાં કેટલો સમય લાગ્યો છે. કંઇક રંધાઇ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કહ્યું-'રાજ્ય સરકારે CAA લાગુ કરવો જ પડશે', ભાજપે કહ્યું- Welcome
ચૂંટણી પંચને તે અંગે જવાબ આપવો જોઇએ. જે વીડિયોમાં મે ટ્વીટ કર્યું તેમાં દેખાઇ રહ્યું કે, ઇવીએમ રસ્તા પર ઉતારી જઇ રહી છે. રિઝર્વ ઇવીએમને માર્ગ પર લઇને કઇ રીતે ફરી શકે છે. એક એક વિધાનસભાનું મોનિટરિંગ હું પોતે કરી રહ્યો હતો. મનોજ તિવારી કહી રહ્યા છે કે, ઇવીએમના રોદડા ન રડશો, કેમ કહી રહ્યા છો ભાઇ. કંઇ ગડબડ કરી હોય તો જણાવો. સિંહે ચૂંટણી પંચ પર આરોપ લગાવતા કહ્યું કે, ચૂંટણી સંપન્ન હોય છે મોટા મોટા રાજ્યોનું એક કલાકમાં મતનું પ્રમાણ આવી જતું હોય છે. 70 વિધાનસભાનું મતની ટકાવારીમાં 24 કલાક લાગી રહ્યા છે.


VIDEO અયોધ્યામાં જાજરમાન અને ભવ્યાતિભવ્ય બનશે 'શ્રીરામનું ભવ્ય ધામ', હશે આ હાઈટેક સુવિધાઓ

આમ આદમી પાર્ટીનાં નેતા અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ પણ ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. સિસોદીયાએ પોતાનાં એક ટ્વીટમાં કહ્યું કે, ભાજપનાં નેતા મતદાનનાં આંકડા આપી રહ્યા છે. બીજી તરફ ચૂંટણી પંચ મતદાન પુર્ણ થયાનાં 24 કલાક બાદ સુધી પણ નથી જણાવી શક્યા કે મતદાન કેટલા ટકા થયું છે. કહી રહ્યા છે કે તમામ ડેટા એકત્ર કરવામાં આવી રહ્યા છે. શું ચાલી રહ્યું છે @CeodelhiOffice? શું મતદાનનો ફાઇનલ આંકડો ભાજપ ઓફીસેથી મળવાનાં છે તમને?


ભગવાન શ્રીકૃષ્ણના મસ્તક પર શોભતા મોરપીંછના છે આ 5 મોટા ફાયદા
11 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવી જશે. આ અગાઉ દિલ્હીની રાજનીતિમાં ખલબલી મચેલી છે. ભાજપ સતત જીતનાં દાવાઓ કરી રહી છે, બીજી તરફ AAP ને EVM શાથે છેડછાડનો ભય સતાવી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસે પરિણામો પહેલા જ સરેન્ડર કરી દીધું છે. AAP માટે રાહતનાં સમાચાર એ છે કે તમામ અનુમાન કેજરીવાલને ફરીથી મુખ્યમંત્રી બનાવી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube