AAP નેતા મુકેશ ટોકસ પર બળાત્કારનો આરોપ, પોલીસે કરી ધરપકડ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) ની સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP) ના સંગઠન મંત્રી મુકેશ ટોકસ (Mukesh Tokas) પર બળાત્કાર (Rape) જેવા ગંભીર આરોપ લાગ્યા છે.
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) ની સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP) ના સંગઠન મંત્રી મુકેશ ટોકસ (Mukesh Tokas) પર બળાત્કાર (Rape) જેવા ગંભીર આરોપ લાગ્યા છે.
બિહારની રહેવાસી પીડિત મહિલાના અનુસાર મુકેશ તેને લગ્નની લાલચ આપીને 2 વર્ષ પહેલાં દિલ્હી લાવ્યો હતો. નિવેદન અનુસાર આરોપીએ આ દરમિયાન ઘણીવાર મહિલા સાથે શારીરિક સંબંધ પણ બનાવ્યા. અત્યારે હાલ મહિલાના બે બાળકો છે. લાંબા સમય પસાર થતાં જ્યારે મહિલાએ મુકેશ ટોકસ સાથે લગ્ન કરવાની વાત કહી તો આરોપીએ પીડિતના ઘરમાં ઘૂસીને તેની સાથે મારઝૂટ કરી અને તેના બાળકોને જાનથી મારવાની ધમકી આપવા લાગ્યો.
તે સમયે પીડિત મહિલાને સમજાઇ ગયું કે મુકેશે તેને દગો આપ્યો છે. જોકે તે કિશનગઢ પોલીસ મથક ગઇ, જ્યાં તેને પોતાની બધી વાત લેખિત ફરિયાદના રૂપમાં પોલીસને આપી. ત્યારબાદ એફઆઇઆર નોંધાઇ. ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરતાં આરોપી મુકેશ ટોકસને પોલીસને કસ્ટડીમાં લીધો અને કોર્ટમાં રજૂ કર્યો જ્યાં તેણે હાલ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે આરોપી મુકેશ ટોકસ ના ફક્ત આરકે પુરમ વિધાનસભામાં સંગઠન મંત્રી છે પરંતુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્રમિલા ટોકસનો ખાસ માણસ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube