શિવસેનાએ પણ આપ્યું કેજરીવાલને સમર્થન, ઉદ્ધવે ફોન પર કહી મોટી વાત
દિલ્હીના એલજી હાઉસમાં છેલ્લા આઠ દિવસથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેના સાથી ધરણા પર બેઠા છે
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ છેલ્લા આઠ દિવસથી ઉપરાજ્યપાલ અનિલ બૈજલના આવાસ પર ધરણા પર બેઠા છે. દિલ્હી સરકાર આઇએએસ અધિકારીની હડતાલ આટોપી લેવા માટે તેમજ કેન્દ્ર પાસેથી દિલ્હી સરકારના ગરીબોના ઘરેઘરે જઈને રેશન આપવાના પ્રસ્તાવને મંજૂરી આપવાની ડિમાન્ડ કરી રહી છે. આ મામલામાં આમ આદમી પાર્ટીને તૃણમુલના વડ઼ા મમતા બેનરજી, આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ તેમજ કેરળના મુખ્યમંત્રી પી વિજયન તેમજ કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારાસ્વામીએ મહત્વનો ટેકો આપ્યો છે.
BOX OFFICEનો 'સિકંદર' બન્યો સલમાન, ત્રણ દિવસમાં 'રેસ 3'ની 100 કરોડની ક્લબમાં એન્ટ્રી
કેજરીવાલને હવે મહારાષ્ટ્રમાં બીજેપીની સહયોગી શિવસેનાએ પણ સમર્થન આપી દીધું છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે નિવેદન આપતા કહ્યું છે કે અરવિંદ કેજરીવાલની આ ચળવળ પોતાની રીતે અનોખી છે. સંજય રાઉતે કહ્યું છે કે આ મામલે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પોતે અરવિંદ કેજરીવાલ સાથે વાત કરી છે. સંજય રાઉતે માહિતી આપતા કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેના મત પ્રમાણે કેજરીવાલ દિલ્હી માટે સારું કામ કરી રહ્યા છે. કેજરીવાલની સરકાર દિલ્હીની ચૂંટાયેલી સરકાર છે અને હાલમાં દિલ્હીમાં જે થઈ રહ્યું છે એ લોકતંત્ર માટે સારું નથી.
દેશના બીજા સમાચાર જાણવા કરો ક્લિક...