નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર તરફથી દિલ્હીના એલજીને વધુ અધિકાર આપનાર બિલની વિરુદ્ધ આમ આદમી પાર્ટી (AAP) બુધવારે જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહી છે. જંતર મંતર પર દિલ્હી સરકારના ઘણા મંત્રીઓએ પ્રદર્શનકારીઓને સંબોધિત કર્યા હતા. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (CM Arivnd Kejriwal) એ લોકોને સંબોધિત કરતા કહ્યુ કે, કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીની ચૂંટાયેલી સરકારને નબળી કરવા અને જનતાનું કામ રોકવાનું આ ષડયંત્ર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકાર સંસતમાં ત્રણ દિવસ પહેલા એક કાયદો લઈને આવી છે. જેમાં લખવામાં આવ્યું કે હવે દિલ્હીમાં સરકારનો મતલબ હશે LG તો અમારૂ શું થશે, દિલ્હીની જનતાનું શું થશે, મુખ્યમંત્રીનું શું થશે. પછી દિલ્હીમાં ચૂંટણી શું કામ કરાવી હતી. 


આ પણ વાંચોઃ Antilia case ની તપાસ વચ્ચે ઉદ્ધવ સરકારનો મોટો નિર્ણય, મુંબઈ પોલીસ કમિશનરને હટાવ્યા  


દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, 2018માં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે ચૂંટાયેલી સરકારની પાસે શક્તિ હોવી જોઈએ. લોકતંત્રમાં જનતા જ માલિક હોય છે. જેને જનતા ચૂંટે છે, શક્તિ પણ તેની પાસે હોવી જોઈએ. કોઈપણ ફાઇલ એલજીની પાસે જશે નહીં. પરંતુ આ બંધારણ, સુપ્રીમ કોર્ટને માનતા નથી. 


દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ લોકોને સંબોધિત કરતા કહ્યુ કે, તે ઈચ્છે છે કે દિલ્હીમાં વીજળી મોંઘી થઈ જાય, પાણી મોંઘુ થઈ જાય. લોકોને મળનારી સુવિધા બંધ થઈ જાય. સિસોદિયાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે, પહેલા કેમ દિલ્હીમાં કોઈ મોહલ્લા ક્લીનિકની શરૂઆત ન કરવામાં આવી. શાળા અને હોસ્પિટલને સારી બનાવવામાં આવી. 


આ પણ વાંચોઃ ઉત્તરાખંડના CM તીરથ સિંહ રાવત બોલ્યા, ફાટેલું જીન્સ પહેરે છે મહિલાઓ, આ કેવા સંસ્કાર?


આપ દિલ્હી સંયોજક ગોપાલ રાયે કહ્યુ કે, દિલ્હીના લોકો ડરેલા છે કે જો કેજરીવાલ સરકારની તાકાત છીનવી એલજીની પાસે જતી રહેશે તો લાઇટ-પાણીની સુવિધા બંધ થઈ જશે, ફ્રી હેલ્થ સેવા અને મહિલાઓની બસમાં ફ્રી મુસાફરી બંધ થઈ જશે. ગોપાલ રાયે કહ્યુ કે, ભાજપની કેન્દ્ર સરકાર સંસદમાં સંશોધિત બિલ લાવી ચૂંટાયેલી દિલ્હી સરકારને નબળી કરવાનું ષડયંત્ર કરી રહી છે. 


તો આ પહેલા દિલ્હી કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉપરાજ્યપાલની શક્તિઓ વધારવા સંબંધિત કેન્દ્ર સરકારના બિલની વિરુદ્ધ આજના દિવસે જંતર-મંતર પર પાર્ટી અધ્યક્ષ અનિલ કુમારની આગેવાનીમાં ધરણા આવ્યા અને સરકાર પાસે બિલ પરત લેવાની માંગ કરી હતી. કુમારે કહ્યુ, અમે આ બિલ દ્વારા કેન્દ્રની નિરંકુશતા અને લોકતંત્રની હત્યા વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છીએ. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube