રામપુર : આઝમ ખાન પર સતત એક પછી એક નોંધાઇ રહેલા કેસ વચ્ચે શુક્રવારે સપા ઓફીસ ખાતે આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાને કાર્યકર્તાઓની મીટિંગ યોજી હતી. મીટિંગમાં અબ્દુલ્લાની આંખો ભીની થઇ હતી. જો કે તેનું વલણ આઝમ ખાન કરતા પણ વધારે કડક હતું. તેણે કાર્યકર્તાઓને કહ્યું કે, તે પોતાનાં પિતા, માં અને કાર્યકર્તા સાથે થયેલા દરેક જુલમનો હિસાબ પોતે જીવીત છે ત્યાં સુધી જરૂર લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈસરો ડાયરીઃ ભારતીય અંતરીક્ષ એજન્સીના ચંદ્રયાન-2 અને અન્ય સિમાચિન્હો
અબ્દુલ્લાએ કહ્યું કે, મારી આંખ આસુમાં તે ગરીબની તકલીફના આંસુ છે જે આજે પોતાનાં ઘરોમાં સુઇ પણ નથી શકતા. તમારી વિરુદ્ધ જાતી આધારિત કાર્યવાહી થઇ રહી છે, પરંતુ હું વ્યાજ સાથે હિસાબ કરીશ. તમે આશા ન ગુમાવતા. મારા આંસુ એટલા માટે નથી કે હું કોઇનાથી ગભરાઇ ગયો છું. અબ્દુલ્લાએ ધમકીના અંદાજમાં કહ્યું કે, જે દિવસે આ પૈડુ પલટાશે તે દિવસે થયેલી ગેરવર્તણુંક અને અન્યાયનો હિસાબ તેમણે આપવો પડશે, અને કાનુની હદમાં રહીને આપવો પડશે. તેમણે કહ્યું કે, અમે પેટા ચૂંટણી જીતીશું અને હિસાબ વ્યાજ સહિત લઇશું.


પાકિસ્તાનને ખાવાના ફાંફા છે પણ વાતો મોટી મોટી કરે છે: વી.કે સિંહનો પ્રહાર
જાણો શા માટે આખો ચંદ્ર છોડીને ISRO એ દક્ષિણ ધ્રુવ પર પસંદગી ઉતારી
બીજી તરફ રામપુરમાં વિજળી વિભાગે આઝમ ખાનની પત્ની તંજીમ ફાતિમા પર આશરે 29 લાખનો દંડ લગાવ્યો છે. હમસફર રિઝોર્ટ પર કાલે વિજ ચોરી પકડાઇ હતી. હમસફર રિઝોર્ટ આઝમ ખાનનો પરિવાર ચલાવે છે. ફાતિમા પર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઇ છે.