જાણો શા માટે આખો ચંદ્ર છોડીને ISRO એ દક્ષિણ ધ્રુવ પર પસંદગી ઉતારી

અંતરિક્ષ કાર્યક્રમમાં ભારત આજે રાત્રે એક વધારે ઇતિહાસ રચશે. શુક્રવારે રાત્રે આશરે ડોઢથી અઢી વાગ્યા વચ્ચે ભારત દ્વારા મોકલાયેલ ચંદ્રયાન-2 (Chandrayaan - 2)  ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે. આ ખાસ પળ માટે દરેક ભારતીય ઉત્સાહીત છે. વિશ્વની નજર પણ ચંદ્રયાનનાં સોફ્ટ લેન્ડિંગ પર ટકેલી છે. ચંદ્રયાન-2 (Chandrayaan - 2)  ના લેન્ડિંગના સાક્ષી બનવા માટે વડાપ્રધાન મોદી પોતે પણ ઇસરો કાર્યાલય ખાતે હાજર રહેવાનાં છે. વિક્રમ લેન્ડરની સાથે પ્રજ્ઞાન નામનું રોવર પણ ચંદ્ર પર જઇ રહ્યું છે. ઇસરોનો દાવો છે કે ચંદ્રનાં દક્ષિણી ધ્રુવ પર પહેલી વાર કોઇ દેશ પગ મુકશે. ચંદ્રતો ખુબ જ મોટો છે, પરંતુ ભારત પોતાનાં સંશોધન પર માટે યાન દક્ષિણ ધ્રુવ પર જ શા માટે ઉતારી રહ્યું છે ? તેનો જવાબ તમને અહીં મળશે.
જાણો શા માટે આખો ચંદ્ર છોડીને ISRO એ દક્ષિણ ધ્રુવ પર પસંદગી ઉતારી

નવી દિલ્હી : અંતરિક્ષ કાર્યક્રમમાં ભારત આજે રાત્રે એક વધારે ઇતિહાસ રચશે. શુક્રવારે રાત્રે આશરે ડોઢથી અઢી વાગ્યા વચ્ચે ભારત દ્વારા મોકલાયેલ ચંદ્રયાન-2 (Chandrayaan - 2)  ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે. આ ખાસ પળ માટે દરેક ભારતીય ઉત્સાહીત છે. વિશ્વની નજર પણ ચંદ્રયાનનાં સોફ્ટ લેન્ડિંગ પર ટકેલી છે. ચંદ્રયાન-2 (Chandrayaan - 2)  ના લેન્ડિંગના સાક્ષી બનવા માટે વડાપ્રધાન મોદી પોતે પણ ઇસરો કાર્યાલય ખાતે હાજર રહેવાનાં છે. વિક્રમ લેન્ડરની સાથે પ્રજ્ઞાન નામનું રોવર પણ ચંદ્ર પર જઇ રહ્યું છે. ઇસરોનો દાવો છે કે ચંદ્રનાં દક્ષિણી ધ્રુવ પર પહેલી વાર કોઇ દેશ પગ મુકશે. ચંદ્રતો ખુબ જ મોટો છે, પરંતુ ભારત પોતાનાં સંશોધન પર માટે યાન દક્ષિણ ધ્રુવ પર જ શા માટે ઉતારી રહ્યું છે ? તેનો જવાબ તમને અહીં મળશે.

ચંદ્રયાન-2 ના લેન્ડિંગને બસ ગણતરીના કલાકો બાકી, ISRO ચીફે કહ્યું ટેંશન જેવી કોઇ વાત નથી
વૈજ્ઞાનિકોના અનુસાર ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સંશોધનથી અહીં માહિતી મળશે કે આખરે ચંદ્રની ઉત્પતી અને તેની સંરચના કઇ રીતે થઇ. આ ક્ષેત્રમાં ખુબ જ ઉંડા ખાડાઓ છે. અહીં ઉત્તરી ધ્રુવની અપેક્ષાઓ ખુબ જ ઓછુ સંશોધન થયું છે. દક્ષિણ ધ્રુવનાં હિસ્સામાં સોલાર સિસ્ટમની શરૂઆતનાં દિવસનાં જીવાષ્મ હોવાની હાલની સંભાવનાઓ છે. ચંદ્રયાન-2 ચંદ્રની સપાટીનું મેપિંગ પણ કરશે. તેના કારણે તેના તત્વો અંગે પણ માહિતી મળશે. ઇસરોનાં અનુસાર તેની પ્રબળ સંભાવના છે કે દક્ષિણ ધ્રુવ પર પાણી પણ મળી શકે.

વિજ્ઞાન સાથે આસ્થા: ચંદ્રયાનના સફળ લેન્ડિંગ માટે મંદિરોમાં ચાલી રહી છે પુજા
ઇસરો આજે મોડી રાત્રે ચંદ્રના દક્ષિણ ધ્રુવન પર પોતાનું લેન્ડર વિક્રમ ઉતારશે, તે અનેક રીતે મહત્વનું છે. અહીં અનેક મોટા ખાડાઓ છે. આ હિસ્સા પર સૌર મંડળમાં રહેલ મોટા ખાડાઓ (ક્રેટર)માંથી એક મોટો ખાડો અહીં આવેલો છે. તેનું નામ સાઉથ પોલ આઇતકેન બેઝીન છે. તેની પહોળાઇ 2500 કિલોમીટર અને ઉંડાણ 13 કિલોમીટર છે. ચંદ્રનાં આ હિસ્સામાં માત્ર 18 ટકા ભાગને પૃથ્વી પરથી જોઇ શકાય છે. બાકીનો 82 ટકા હિસ્સાની તસ્વીર પહેલી વાર સોવિયત સંઘના લુના-3 યાન દ્વારા 1959માં મોકલાઇ હતી. ત્યારે આ હિસ્સો પહેલીવાર દેખાયો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news