પ્રતિબંધિત સંગઠન SIMI નેતા અબ્દુલ્લા દાનિશની ધરપકડ, 19 વર્ષ બાદ ઝડપાયો
અબ્દુલ્લા દાનિશ (Abdullah Danish) સિમીનો ખુબ જુનો સભ્ય છે. જેણે છેલ્લા 25 વર્ષમાં અનેક મુસ્લિમ યુવકોને ભડકાવ્યા હતા. પોલીસ 19 વર્ષથી તેને શોધી રહી હતી.
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસ (Delhi Police) સ્પેશિયલ સેલે છેલ્લા 19 વર્ષથી ફરાર ચાલી રહેલા સિમી (SIMI)ના સભ્યની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીનું નામ અબ્દુલ્લા દાનિશ (Abdullah Danish) છે, જે 2001થી ફરાર ચાલી રહ્યો હતો. અબ્દુલ્લા દાનિશ સિમીનો મહત્વનો સભ્ય છે અને છેલ્લા 25 વર્ષોમાં ઘણા મુસ્લિમ યુવકોને દેશની વિરુદ્ધ ભડકાવી ચુક્યો છે. આતંકી સફદર નાગોરીને પણ અબ્દુલ્લાએ સિમીમાં સામેલ કર્યો હતો.
1988મા સિમીમાં સામેલ થયો
પોલીસ પ્રમાણે અબ્દુલ્લા દાનિશ (Abdullah Danish)એ વર્ષ 1985મા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંતી અરેબિકમાં એમએ કર્યુ અને ત્યારબાદ 1988મા સિમીમાં સામેલ થયો હતો. અલીગઢ તે દરમિયાન સિમીનું સેન્ટર હતું. સામેલ થયા બાદ અબ્દુલ્લાએ સિમીના કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને તે મુસલમાનોને જેહાદ માટે ભડકાવવા લાગ્યો. આ દરમિયાન સિમીના અધ્યક્ષ અશરફ જાફરીએ અબ્દુલ્લાના કામથી ખુશ થઈે સિમીની સાપ્તાહિક પત્રિકા ‘Islamic Movement’ નો એડિટર બનાવી દીધો હતો.
બ્રેનવોશ કરવામાં માહેર
સિમીની પત્રિકાના એડિટર રહેવા દરમિયાન અબ્દુલ્લાએ મુસલમાનો પર અત્યાચારના નામે ઘણા લેખ લખ્યા અને મુસ્લિમોને ભડકાવ્યા, ત્યારબાદ દિલ્હીના જાકિર નગરમાં સિમીના હેડક્વાર્ટરમાં રહેવા માટે રૂમ આપી દેવામાં આવ્યો હતો. અબ્દુલ્લા દાનિશ બ્રેનવોશ કરવામાં માહેર હતો અને તેણે સિમીના આતંકી સફદર નાગૌરી, અબ્દુશ સુભાન કુરૈશી, નૌમાન બદર, શહનાજ હુસૈન, સૈફ નાચેન અને મોહમ્મદ ખાલિદને સિમીમાં સામેલ કર્યા હતા. ભારત સરકારે સપ્ટેમ્બર 2001માસિમીની આતંકવાદી ગતિવિધિઓને જોતા તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદ દિલ્હી પોલીસે જાકિર નગરમાં દરોડા પાડ્યા અને ઘણા સભ્યોની ધરપકડ કરી હતી, પરંતુ અબ્દુલ્લા ત્યારથી ફરાર હતો.
ભારત બંધ પહેલા કિસાનોની જાહેરાત- હવે અમારા મનની વાત સાંભળે PM મોદી
19 વર્ષથી શોધખોળ
અબ્દુલ્લા દાનિશ કેટલો ખતરનાક છે તે વાતનો અંદાજો તેના પરથી લગાવી શકાય કે સિમી બેન થયા બાદ મોટાભાગના સભ્યો ઝડપાઈ ગયા પરંતુ તે 19 વર્ષથી છુપાતો રહ્યો અને મુસલમાનોને દેશની વિરુદ્ધ ભડકાવતો રહ્યો હતો.
શું છે સિમી?
મહત્વનું છે કે SIMI એટલે Student Islamic Movement of India પ્રતિબંધિત આતંકી સંગઠન છે. સિમીની રચના એપ્રિલ 1977મા અલીગઝમાં કરવામાં આવી અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં ઇસ્લામીકરણ કરવાનો હતો. સિમી કટ્ટરપંથી સંગઠન હતું અને સતત મુસલમાનોને દેશની વિરુદ્ધ ભડકાવી રહ્યું હતું. અમેરિકામાં સપ્ટેમ્બર 2011મા થયેલા આતંકી હુમલા બાદ સિમીને બેન કરી દેવામાં આવ્યું હતું. સિમી સાથે જોડાયેલા આતંકી 2008મા બનેલા ઈન્ડિયન મુઝાહિદીન આતંકી સંગઠનમાં સામેલ થઈ ગયા અને દેશના ઘણા રાજ્યોમાં આતંકી હુમલા કર્યા હતા.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube