નવી દિલ્હીઃ દિલ્હી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (Anti Corruption Branch) એ કલાકોની પૂછપરછ બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ધરપકડ (Amanatullah Khan Arrested) કરી લીધી છે. આ પહેલા દિલ્હીના એન્ટી કરપ્શન બ્યૂરોએ ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના ઘર સહિત 5 સ્થળોએ દરોડા પાડ્યા અને 12 લાખ રૂપિયા અને એક લાયસન્સ વગરનું હથિયાર જપ્ત કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસીબી દિલ્હી વક્ફ બોર્ડમાં ભરતીમાં કથિત અનિયમિતતાની તપાસ કરી રહી છે. એસીબીએ બે વર્ષ જૂના ભ્રષ્ટાચારના કેસમાં પૂછપરછ માટે ગુરૂવારે ખાનને નોટિસ ફટકારી હતી. ઓખલા ક્ષેત્રથી ધારાસભ્ય ખાનને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ 2020માં દાખલ એક કેસમાં શુક્રવારે બપોરે 12 કલાકે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube