વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) ના કુરનૂલ (Kurnool) જિલ્લામાં એક યાત્રી બસ અને ટ્રક વચ્ચે ભિડંત (Accident) થઇ. દુર્ઘટનામાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે અને 4 લોકોને ઇજા પહોંચી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ નષ્ટ થઇ ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુરનૂલમાં આજે સવારે  થયો અકસ્માત
જાણકારી અનુસાર કુરનૂલ (Kurnool) ના વેલદુર્તી મંડળના મદરપુર ગામ પાસે આજે સવારે રોડ અકસ્માત (Accident) સર્જાયો. અકસ્માત બાદ જે દ્રશ્ય સામે આવ્યા તેના પરથી અંદાજો લગાવી શકાય કે અકસ્માત કેટલો ભયંકર હતો. ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવાવવામાં આવ્યા છે. તમામ પીડિત ચિતુર જિલ્લાના મદનપલ્લીના રહેવાસી હતી. 

સુરક્ષા સાથે હવે Petrol પણ બચાવશે Smart Traffic Helmet, દુર્ઘટના થતાં એમ્બુલન્સને મોકલશે એલર્ટ


બસનો આગળનો ભાગ નષ્ટ
અકસ્માત  (Accident) એટલી ભયાનક હતો કે બસનો આગળનો ભાગ નષ્ટ થઇ ગયો હતો. ટ્રક સાથે ટક્કર થતાં બસ પલટી ખાઇ ગઇ હતી. આ દરમિયાન મુખ્યમંત્રી વાઇએસ જગન મોહન રેડ્ડી  (YS Jagan Mohan Reddy)એ રોડ અકસ્માતમાં લોકોના મોતને લઇને શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ વાઇએસ જગન મોહન રેડ્ડી (YS Jagan Mohan Reddy)એ રોડ અકસ્માત દુર્ઘટનામાં લોકોના મોત પર દુખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ બચેલા લોકોની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવાના નિર્દેશ આપ્યા છે. 

Daily Horoscope 14 February 2021: Valentine's Day પર તમને મળશે તમારો પ્રેમ, જાણો આજના રાશિફળમાં


ખોટી દિશામાં બસ જતી રહેતાં થયો અકસ્માત
ઘટનાની જાણકારી આપતાં સબ ઇંસ્પેક્ટર પેડ્ડિયા નાયડુએ કહ્યું કે બસ ચિત્ત્તૂર જિલ્લાના મદનપલ્લા ગામથી રાજસ્થાનના અજમેર જઇ રહી હતી. બસ સવારે લગભગ 3.30 વાગે મદારપુર ગામ પહોંચી હતી કે ડ્રાઇવર રસ્તો ભૂલી ગયો અને બસ ખોટી દિશામાં જતી રહી. આ દરમિયાન બસે વિપરીત દિશામાંથી રહેલા ટ્રકને ટક્કર મારી દીધી. તેમણે કહ્યું કે આ બસમાં 17 લોકો સવાર હતા. ઘટનામાં બસ ડ્રાઇવર સહિત 14 લોકોના મોત થઇ ગયા છે અને 4 લોકો ઘાયલ થયા છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube