Daily Horoscope 14 February 2021: Valentine's Day પર તમને મળશે તમારો પ્રેમ, જાણો આજના રાશિફળમાં

નવી દિલ્હી: 14 ફેબ્રુઆરી 2021ના રોજ વેલેન્ટાઇન ડે (Valentine's Day 2021) ના દિવસે તમારી લવ લાઇફ કેવી રહેશે, આજે તમને તમારા પ્રિય અથવા જીવનસાથી મળી જશે કે નહી આ અમારા આજના રાશિ ભવિષ્ય (Daily Horoscope 14 February 2021) માં જાણો. પંડિત દેવસ્ય મિશ્ર અનુસાર આજે રવિવારે ભગવાન સૂર્યની ઉપાસના કરો. તેમાં તમારા શરીરની બિમારી, દોષ અને નેત્ર રોગ દૂર થઇ જશે. આજે જળમાં લાલ ચંદન નાખીને સૂર્ય દેવતાને અર્ધ્ય આપો, તેનાથી નિશ્વિત તમારી મનોકામનાઓ પુર્ણ થઇ જશે. 

Updated By: Feb 14, 2021, 08:39 AM IST
Daily Horoscope 14 February 2021: Valentine's Day પર તમને મળશે તમારો પ્રેમ, જાણો આજના રાશિફળમાં

મેષ
કોઈ નિર્ણય ન લો કે તારણ પણ ન કાઢો. દિવસ સાવધાનીભર્યો રહેશે. સમજી વિચારીને બોલજો. બીજાની વાત પણ સાંભળજો.  સારી તકો મળી શકે છે. તેનો ફાયદો ઉઠાવવા તૈયાર રહો. પ્રેમની સ્થિતિ સારી છે. કુલ મળીને સારી સ્થિતિ ચાલી રહી છે. સૂર્યદેવને જળ અર્પણ કરો.

વૃષભ
જૂના ટેન્શન ખતમ થઈ જશે. પોતાના પર ધ્યાન આપો. તમારી સક્રિયતાનું સ્તર વધી શકે છે. અચાનક કોઈ વિચાર મનમાં આવી શકે છે. પરેશાનીઓને પહોંચી વળવા માટે પ્લાનિંગ કરશો.  કોઈ નકારાત્મક મામલાઓમાં ફસાયા તો મહત્વની તક ગુમાવશો.મહત્વપૂર્ણ મીટિંગ અને કામ માટે આજે શુભ દિવસ. સમસ્યાઓનો ઉકેલ આવશે. મા કાલીની ઉપાસના કરો.

ક્યારેય માર્ક કર્યું તમે કેવી રીતે બેસો છો? આ રીત પર્સનાલીટી વિશે ઘણું બધું કહી જાય છે !!!

મિથુન
બિઝનેસના કેટલાક કામ સમજદારીથી પૂરા થશે. મોટાભાગે સફળ રહેશો. ઓફિસમાં થોડી શાંતિ રહેશે. દિમાગમાં અનેક પ્રકારના વિચાર  પણ આવી શકે છે. આવક અને ખર્ચા પર ધ્યાન આપવું પડશે. અચાનક આવનારા ફેરફારથી ફાયદો થશે. પાર્ટનર પાસેથી સરપ્રાઈઝ મળશે. ગ્રીન વસ્તુ તમારી પાસે રાખો. બજરંગબલીની ઉપાસના કરો. 

કર્ક
કામકાજની સાથે તમારી જવાબદારીઓ વધી શકે છે. દિવસભર વ્યસ્ત રહેશો. આજે તમારા વિચારેલા કામો પૂરા થશે નહીં. પૈસા સંભાળીને રાખો. સફળતા માટે ધૈર્ય જરૂરી છે. મિત્રોની મદદ મળતી રહેશે. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થશે. પ્રેમ મધ્યમ છે. સૂર્ય દેવને જળ અર્પણ કરો. 

Valentine's Day 2021: આ દેશમાં અનોખી રીતે ઉજવાય છે પ્રેમનું પર્વ, આવી અજીબોગરીબ છે રીતિ-રીવાજ

સિંહ
મિત્રો અને પરિવારનો સહયોગ મળવાના યોગ છે. કોઈ સારા સમાચાર પણ તમને મળી શકે છે. તમે ખુશ થઈ જશો. બેરોજગારો માટે સારો દિવસ છે. આજે ધન લાભ થઈ શકે છે.  તમારા જીવનસાથી તમારી જરૂરિયાતોને અવગણી શકે છે. જેના કારણે તમારો મૂડ બગડશે. શનિદેવની આરાધના કરો.

કન્યા
તમે બુદ્ધિથી તમારા કામ પૂરા કરાવી શકો છો. આજે તમે પોતાને સાબિત કરી  બતાવશો. તમારી ઉત્સુકતા ચરમસીમાએ રહેશે. આજે તમે નવા લોકોના સંપર્ક કરી શકો છો. રચનાત્મક કામમાં લાગેલા લોકો માટે સફળતાભર્યો દિવસ છે.  લગ્ન જીવનમાં બધુ સારું અનુભવશો. 

તુલા
તમારા માટે દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં અનેક લોકો તમારી સાથે સહમત થઈ શકે છે. અનેક  લોકો તમારી મદદ કરવા માટે તૈયાર રહેશે. કોઈ મહત્વપૂર્ણ કામ કરી શકો છો. જે તમને મોટો ફાયદો કરાવશે. પૂરી મહેનત કરવાથી મજા આવશે. બીજાને ખુશીઓ આપીને તથા જૂની ભૂલો ભૂલાવીને તમે જીવન સાર્થક કરશો. આજના દિવસા તમારો કપરા પરિશ્રમ મહેંકી ઉઠશે. પીળી વસ્તુ દાન કરો. 

જૂનાગઢની હોટલમાં સિંહ જોવા મળી જાય તો નવાઇ નહી, વિશ્વાસ ન થતો તો જોઇ લો Video

વૃશ્ચિક
આર્થિક મામલાનો ઉકેલ આવશે. દાંપત્ય જીવન સુખદ બનશે. કાર્યક્ષેત્રમાં પરેશાનીઓ અને અસુવિધા થઈ શકે છે. સ્થિતિને સાવધાનીથી હેન્ડલ કરો. નવા લોકો સાથે મુલાકાત થશે. નોકરી ધંધામાં અડચણો દૂર થશે. યોગ્યતા અને અનુભવથી કામ કરવું પડશે. પીળી વસ્તુ પાસે રાખો. 

ધન
ઓફિસમાં તમારી પ્રગતિ અંગે વિચાર કરશો. આગળ વધવા માટે તમારે કઈક નવું શીખવું પડશે. સ્વાસ્થ્ય સંબંધી મામલાઓમાં તમારી ચિંતા ઓછી થઈ જશે. મનમાં પૈસાને લઈને અનેક પ્રકારના વિચાર આવી શકે છે. કેટલાક કાગળો તમારા માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે. હરવા ફરવા માટે પણ સમય સારો છે. બજરંગબલીની આરાધના કરો. 

મકર
ઓફિસમાં તણાવભરી સ્થિતિ ખતમ થઈ શકે છે. મહેનત અને સમજદારી સાથે તમે કેટલાક એવા કામ પતાવી શકો છો. ડીલમાં સારી સફળતાના યોગ. જવાબદારીઓ પર ધ્યાન આપો. જરૂરી કામોની યોજના બની શકે છે. શનિદેવની આરાધના કરો. 
 
કુંભ
જલદી તમને તમારો જીવનસાથી મળશે. યોગ્યકર્મીઓને પદોન્નતિ કે આર્થિક લાભ થઈ શકે છે. આ રાશિના લોકોને આજે તેમના જૂના મિત્રો મળી શકે છે.  આજે તમે કાર્યક્ષેત્રે કઈંક ઉત્તમ કરી શકો છો. દિવસની શરૂઆત ભલે થાકવાળી રહે પરંતુ જેમ જેમ દિવસ પસાર થશે તેમ તેમ તમને સારું ફળ મળશે. ગ્રીન વસ્તુ પાસે રાખો. 

મીન
અચાનક ધનલાભ થઈ શકે છે. અટવાયેલા પૈસા પાછા મળવાના યોગ છે. મિત્રો સાથે સમય વિતાવશો. કોઈ પ્રકારનું રોકાણ કરવાની યોજના પણ બનાવી શકો છો.  ઉધાર આપેલા પૈસા તમને પાછા મળી શકે છે. બીજાની ટીકા કરવામાં સમય ન વેડફો. કારણ કે તેની તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. બજરંગબલીની આરાધના કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube