ભાજપમાં જોડાઇ શકે છે જયા પ્રદા, રામપુરમાં આઝમ ખાનને આપી શકે છે પડકાર
સમાજવાદી પાર્ટીની ટિકિટ પર સાંસદ રહેલી અભિનેત્રી જયા પ્રદા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાઇ શકે છે. સૂત્રોના અહેવાલ મુજબ જયા પ્રદા ભાજપની રામપૂર બેઠકથી લોકસભા ચૂંટણી 2019ની ઉમેદવાર બની શકે છે.
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીની ટિકિટ પર સાંસદ રહેલી અભિનેત્રી જયા પ્રદા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાઇ શકે છે. સૂત્રોના અહેવાલ મુજબ જયા પ્રદા ભાજપની રામપૂર બેઠકથી લોકસભા ચૂંટણી 2019ની ઉમેદવાર બની શકે છે. રસપ્રદ વાત એ છે કે, જયા પ્રદા રામપુર બેઠકથી જ સમાજવાદી પાર્ટી (સપા)ની સાંસદ રહી ચુકી છે.
વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: મુલાયમ-અખિલેશની વધી મુશ્કેલીઓ, SCએ CBIને મોકલી નોટિસ
જયા પ્રદાને અમર સિંહ સપામાં લઇને આવ્યા હતા. ત્યારબાદ પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાને જયાને રામપુરથી સાંસદ બનાવવામાં ઘણી મદદ કરી હતી. ત્યારબાદથી લોકસભા ચૂંટણીમાં સપાએ આઝમ ખાનને રામપુર બેઠકથી ટિકિટ આપી છે. એવામાં જો જયા પ્રદાને ભાજપ રામપુરથી ઉમેદવાર બનાવે છે તો તેમનો સીધો મુકાબલો આઝમ ખાનથી થશે.