કોલકત્તાઃ પશ્ચિમ બંગાળથી ટીએમસી સાંસદ-અભિનેત્રી મિમી ચક્રવર્તી ગંભીર રૂપથી બીમાર થયા છે. તેમણે હાલમાં એક નકલી વેક્સિનેશન કેમ્પથી કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. પરંતુ મિમીએ પોતાના ટ્વિટર પરથી જાણકારી આપી હતી કે રસી લગાવ્યા બાદ તેને કોઈ મુશ્કેલી થઈ નથી. પરંતુ રસી લીધાના ચાર દિવસ બાદ તે બીમાર પડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટ પ્રમાણે મિમીએ તબીયત ખરાબ થયા બાદ આજે સવારે પોતાના ઘર પર ડોક્ટર બોલાવ્યા હતા. પેટમાં દુખાવો અને સતત પરસેવો આવી રહ્યો હતો. તેને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ સાંસદે હાલ દાખલ થવાની ના પાડતા ઘર પર તેમની સારવાર ચાલી રહી છે. 


એક અહેવાલ પ્રમાણે મિમી ચક્રવર્તી ગંભીર રૂપથી બીમાર પડ્યા છે. મહત્વનું છે કે મિમી ચક્રવર્તીએ હાલમાં પોતાની સાથે છેતરપિંડી થવાનો ખુલાસો કર્યો હતો. તેમણે કોલકત્તામાં એક નકલી રસીકરણ કેમ્પ કરનાર વ્યક્તિનો પર્દાફાશ કર્યો હતો. આ વ્યક્તિનું નામ દેબાંજન દેવ છે. જે હવે કોલકત્તા પોલીસની કસ્ટડીમાં છે. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Mimi (@mimichakraborty)


દેબાનંદે ખુદને આઈએએસ ઓફિસર કહી મિમી ચક્રવર્તી સાથે વાત કરી હતી. દેબાંજનનું કહેવુ હતું કે તે કોલકત્તામાં ચાલતા વેક્સિનેશન કેમ્પનું નિરીક્ષણ કરી રહ્યો હતો. હવે કહેવામાં આવી રહ્યું છે કે દેબાંજને ઘણા લોકોને નકલી વેક્સિન આપી છે. કોલકત્તા પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. 


ઉલ્લેખનીય છે કે આ વ્યક્તિએ મિમી ચક્રવર્તીને પોતાના કેમ્પમાં ચીફ ગેસ્ટ તરીકે બોલાવ્યા હતા. લોકોને મોટિવેટ કરવા માટે મિમી ચક્રવર્તીએ તે દેબાંજનના કેમ્પમાં કોરોના વેક્સિન લગાવી હતી. રસી લીધા બાદ તેની પાસે વેક્સિન સંબંધિત કોઈ સત્તાવાર મેસેજ મોબાઇલ પર આવ્યો નહીં. ત્યારબાદ મિમીને શંકા ગઈ અને તેણે પોલીસને જાણકારી આપી હતી. 


આ પણ વાંચોઃ Corona: બાળકો પર થશે Covovax Vaccine ની ટ્રાયલ, સીરમ ઈન્સ્ટિટ્યુટ DCGI પાસે માંગશે મંજૂરી


લોકોને જાગૃત કરવા માટે લીધી વેક્સિન
મિમી ચક્રવર્તીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું- તેણે મને કહ્યું હતું કે તે એક ટ્રાન્સજેન્ડર છે અને દિવ્યાંગ લોકો માટે સ્પેશિયલ વેક્સિન ડ્રાઇવ ચલાવી રહ્યો છે અને તેણે મને ત્યાં આવવાની વિનંતી કરી હતી. લોકોને જાગૃત કરવા માટે મેં તેના કેમ્પમાં રસીકરણ કરાવ્યું હતું. પરંતુ મારી પાસે કોઈ સત્તાવાર મેસેજ આવ્યો નહીં. 


મિમીને થઈ શંકા
મિમીએ કહ્યું કે, તેમણે સાંસદનો આધાર નંબર લખ્યો અને તે બધી જાણકારી માંગી જે કોવિનમાં માંગવામાં આવી છે. પરંતુ તેમને કોઈ મેસેજ આવ્યો નહીં. ત્યારબાદ સાંસદને શંકા જતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube