વેક્સીનને કારણે ટૂર્નામેન્ટ છોડવા તૈયાર જોકોવિચ, અદાર પૂનાવાલા બોલ્યા- આશા છે તે પોતાના વિચાર બદલશે
Covid Vaccine: વર્લ્ડ નંબર એક ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે કહ્યુ કે તે કોઈપણ સ્થિતિમાં વેક્સીન લેશે નહીં. તે પોતાના આ નિર્ણય પર ગમે તે કિંમત ચુકવવા તૈયાર છે.
નવી દિલ્હીઃ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના સીઈઓ અદાર પૂનાવાલાએ નોવાક જોકોવિચને એક ખાસ 'સંદેશ' આપતાં કહ્યું કે તેઓ રસી વિશે પોતાનો વિચાર બદલી દેશે. અદાર પૂનાવાલાએ ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ કોવિડ-19 રસીકરણ અંગે 20 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનના વિચારોમાં ફેરફાર જોવાની આશા રાખે છે.
અદાર પૂનાવાલાએ ટ્વિટર પર એક વીડિયો શેર કરતા લખ્યુ કે, જેમાં તે ખુદ ટેનિસ રમતા જોવા મળી રહ્યા છે, 'નોવાક જોકોવિચ, હું રસીકરણ ન કરાવવા પર તમારા વ્યક્તિગત વિચારોનું સન્માન કરુ છું અને તમને રમતા જોવા મને પસંદ છે, પરંતુ મને આશા છે કે તમે તમારા વિચાર બદલશો. આ વચ્ચે અમને બાકીના લોકોને હવે ગ્રાન્ડ સ્લેમમાં તક મળી શકે છે."
મુખ્યમંત્રી પદેથી કેમ હટાવવામાં આવ્યા અમરિંદર સિંહ? રાહુલ ગાંધીએ પ્રથમવાર કર્યો ખુલાસો
સર્બિયન ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે કહ્યુ, 'આ તે કિંમત છે જેને હું ચુકવવા માટે તૈયાર છું. હું સમજુ છું કે જે નિર્ણય લઈ રહ્યો છું તેના શું પરિણામ હશે. હું સમજુ છું કે આજે વેક્સીન ન લગાવવાને કારણે, હું આ સમયે મોટાભાગની ટૂર્નામેન્ટમાં રમવા માટે ટ્રાવેલ નથી કરી શકતો. હું મારા શરીરમાં જે પણ વસ્તુ નાખુ છું તેને પસંદ કરવાની સ્વતંત્રતામાં વિશ્વાસ રાખુ છું અને મારા માટે આ જરૂરી છે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube