મુખ્યમંત્રી પદેથી કેમ હટાવવામાં આવ્યા અમરિંદર સિંહ? રાહુલ ગાંધીએ પ્રથમવાર કર્યો ખુલાસો

કોંગ્રેસે થોડા મહિના પહેલાં કેપ્ટન અમરિંદર સિંહને પંજાબના મુખ્યમંત્રી પદેથી હટાવી દીધા હતા. ત્યારબાદ ચરણજીત સિંહ ચન્નીને પ્રદેશની કમાન સોંપવામાં આવી હતી. હવે કેપ્ટન અમરિંદર સિંહને કેમ હટાવવામાં આવ્યા તેના પર રાહુલ ગાંધીએ મોટો ખુલાસો કર્યો છે.

મુખ્યમંત્રી પદેથી કેમ હટાવવામાં આવ્યા અમરિંદર સિંહ? રાહુલ ગાંધીએ પ્રથમવાર કર્યો ખુલાસો

ચંદીગઢઃ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને મુખ્યમંત્રી પદેથી કેમ હટાવવામાં આવ્યા હતા? તેને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રથમવાર ખુલાસો કર્યો છે. 20 ફેબ્રુઆરીએ યોજાનાર આગામી પંજાબ વિધાનસભા ચૂંટણીની એક રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે, કેપ્ટન પંજાબના લોકોને ફ્રી વીજળી આપવા ઈચ્છતા નહોતા. 

મહત્વનું છે કે 2017ની ચૂંટણીમાં કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વમાં સત્તામાં આવનારી કોંગ્રેસે પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં અમરિંદરને હટાવીને ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. હવે કેપ્ટન અમરિંદર સિંહે પોતાની અલગ પાર્ટી બનાવી છે અને ભાજપ સાથે મળી ચૂંટણી લડી રહ્યાં છે. 

— ANI (@ANI) February 17, 2022

પંજાબના ફતેહગઢ સાહિબમાં એક જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ- 'હું તમને જણાવીશ કે કેપ્ટન અમરિંદર સિંહને પંજાબના મુખ્યમંત્રી પદેથી કેમ હટાવવામાં આવ્યા. તેનું કારણ છે કે તે ગરીબ લોકોને ફ્રી વીજળી આપવા માટે રાજી થયા નહીં. તે કહેતા રહ્યાં કે વીજળીનું ઉત્પાદન કરનારી કંપનીઓ સાથે તેમના કોન્ટેક્ટ છે. અમરિંદર સિંહે મને કહ્યું કે, આપણે વીજળી માફ ન કરી શકીએ કારણ કે અમારા વીજળી કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ છે. 

આ દરમિયાન રાહુલ ગાંધીએ પંજાબની મુખ્ય વિપક્ષી પાર્ટી આમ આદમી પાર્ટીના મુખ્યા અરવિંદ કેજરીવાલ પર પણ હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, કેજરીવાલે મજીઠિયાની માફી કેમ માંગી? રાહુલ ગાંધીએ કહ્યું- શું મેં કે ચન્ની જીએ મજીઠિયાની માફી માંગી, પછી કેજરીવાલે કેમ માફી માંગી. મારા ઉપર 20-25 કેસ છે, મેં આજ સુધી કોઈની માફી માંગી નથી. 

કેપ્ટન પર હુમલો કરતા રાહુલે કહ્યુ- તમે (અમરિંદર) પંજાબના ચીફ મિનિસ્ટર હો, તમારો પંજાબની જનતાની સાથે કોન્ટ્રાક્ટ નથી શું. આ સવાલ મેં ચન્ની જીને પૂછ્યો કે તમે સીએમ બન્યા છો અને વીજળી માફી પંજાબના લોકોનો મામલો છે. તમે તેનો ઉકેલ લાવો. ચન્ની જીએ તે ન કહ્યું કે, અમારો કોઈ સાથે કોન્ટ્રાક્ટ છે. ચન્નીજીએ 1500 કરોડ રૂપિયા 20 લાખ પરિવારોના માફ કરી દીધા. 

તેમણે કહ્યું- હું કહેતો રહ્યો, નશા દેશ માટે ખતરો છે. હું ફરી કહી રહ્યો છું કે પંજાબ એવું રાજ્ય નથી, જ્યાં પ્રયોગ થવા જોઈએ. પંજાબમાં વિકાસ અને વિકાસ નિરર્થક હશે જો ડ્રગ્સ અહીંના યુવાનોનું જીવન નષ્ટ કરવાનું જારી રાખે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news