નવી દિલ્હી: કોરોના સંકટ (Corona virus crisis) વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા(Serum Institute of India) ના CEO અદાર પૂનાવાલા (Adar Poonawalla) એ દાવો કર્યો છે કે કોરોનાની રસી જલ્દી લોકો માટે ઉપલબ્ધ થશે. પૂનાવાલાએ ગુરુવારે કહ્યું હતું કે ઓક્સફર્ડCOVID -19 રસી હેલ્થ વર્કર્સ અને વૃદ્ધો માટે ફેબ્રુઆરી 2021 સુધીમાં અને સામાન્ય જનતા માટે એપ્રિલ સુધીમાં ઉપલબ્ધ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Update: સતત વધતા કેસ વચ્ચે WHOના નિવેદનથી ચિંતા વધી, 'આ' દવાનો ઉપયોગ ન કરવા કહ્યું


2024 સુધીમાં બધાને મળશે
રસીની કિંમત અંગે જણાવતા તેમણે કહ્યું કે અંતિમ પરીક્ષણના પરિણામો અને Regulatory approval ના આધારે સામાન્ય જનતાને બે જરૂરી ડોઝ માટે વધુમાં વધુ 1000 રૂપિયા ચૂકવવા પડશે. હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશીપ સમિટ (HTLS) 2020માં  બોલતા પૂનાવાલાએ કહ્યું કે 2024 સુધીમાં દરેક ભારતીયને કોરોના વેક્સિન મૂકાઈ જાય તેવી શક્યતા છે. 


મૂલ્ય નિર્ધારણ પર કામ ચાલુ
પૂનાવાલાએ કહ્યું કે રસી બહુ જલદી આવવાની છે. અત્યાર સુધીના પરિણામો ઘણા સારા છે અને અમે આશા કરીએ છીએ કે આગળ પણ બધુ સારું રહેશે. રસીની કિંમત અંગે વાત કરતા તેમણે કહ્યું કે ભારત સરકારને રસી સસ્તી કિંમતે મળશે. કારણ કે તેઓ મોટા પાયે તેની ખરીદી કરશે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું કે રસીનું મૂલ્ય નિર્ધારણ પર કામ ચાલુ છે. 


પ્રતાપગઢમાં ભયંકર અકસ્માત, બોલેરો કાર ટ્રકમાં ઘૂસી જતા 6 બાળકો સહિત 14 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ


મળ્યા સારા પરિણામ
રસીના પ્રભાવ અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે રસીએ વૃદ્ધો પર ઘણું સારું પરિણામ આપ્યું છે. જે પહેલા ચિંતાનો વિષય હતો. જો કે આ રસી કેટલા સમય સુધી પ્રભાવી રહેશે તે અંગે કઈ કહી શકાય નહીં. અમને સારી આશા છે. આગામી બે ત્રણ અઠવાડિયામાં બ્રિટનમાં તેની અસરકારકતાના પરિણામો આવી જશે, પરંતુ મગરમાં થયેલા પરીક્ષણોના પરિણામ દોઢ બે મહિનામાં આવશે. અત્રે જણાવવાનું કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓક્સફર્ડ યુનિવર્સ્ટી અને એસ્ટ્રોજેનેકા દ્વારા વિક્સિત રસીનું દેશમાં પરીક્ષણ કરી રહી છે. 


બાળકોએ હજુ રાહ જોવી પડશે
અદાર પૂનાવાલાએ કહ્યું કે બાળકોને કોરોનાની રસી માટે હજુ રાહ જોવી પડી શકે છે. કારણ કે આ સંક્રમણ તેમના માટે વધુ જોખમી નથી. તેમણે કહ્યું કે રસીકરણ શરૂ થયા બાદ બાળકોને રસી મળવામાં લગભગ ચાર મહિના જેટલો સમય લાગી શકે છે. એક અન્ય સવાલના જવાબમાં પૂનાવાલાએ કહ્યું કે અમે જલદી દર મહિને 10 કરોડના ડોઝનું ઉત્પાદન કરીશું. અમે ઉત્પાદન ક્ષમતા વધારી રહ્યા છીએ. અમે જુલાઈ સુધીમાં ભારતને 30-40 કરોડ રસી આપી શકીએ છીએ. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube