NRCની છેલ્લી યાદી પર કોંગ્રેસના સાંસદે કહ્યું- `મારા પિતા બાંગ્લાદેશી હતાં, મને પણ બહાર કરો`
કોંગ્રેસના નેતા અને બહેરામપુરથી સાંસદ અધીર રંજન ચૌધરીએ NRC લિસ્ટ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મારા પિતાજી પણ બાંગ્લાદેશી હતા. આથી મને પણ બહાર કરી દો.
નવી દિલ્હી: કોંગ્રેસના નેતા અને બહેરામપુરથી સાંસદ અધીર રંજન ચૌધરીએ NRC લિસ્ટ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મારા પિતાજી પણ બાંગ્લાદેશી હતા. આથી મને પણ બહાર કરી દો. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર NRCને દિલ્હી-NCR સહિત સમગ્ર દેશમાં લાવી શકે છે. એ પણ શક્ય છે કે આ અંગે કાયદો બનાવવા માટે તેઓ સંસદમાં પ્રસ્તાવ પણ લાવે. આસામ NRCની ફાઈનલ યાદીને લઈને તેમણે કહ્યું કે કોઈ પણ સાચા ભારતીયને યાદી બહાર કરવો જોઈએ નહીં. આ કામ ધર્મ નિરપેક્ષ થઈને થવું જોઈએ.
આસામ NRCની અંતિમ યાદી બહાર પડી, 19 લાખ લોકો લિસ્ટમાંથી બાકાત
મનોજ તિવારીની માગણીને લઈને તેમણે કહ્યું કે એક NRC તો સંભાળી શકાતું નથી અને સમગ્ર દેશમાં તેને લાગુ કરવાની વાતચીત થઈ રહી છે. હકીકતમાં દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ આ મુદ્દે કહ્યું હતું કે જે લોકો ગેરકાયદેસર રીતે આવ્યાં છે તેમણે તો પાછા જવું જ પડશે. દેશના નાગરિકોએ પરેશાન થવાની જરૂર નથી. ગૃહ મંત્રીએ જે પહેલ કરી છે તેનાથી અમે આતંકવાદ રોકી શકીશું અને અપરાધ પણ ઓછા કરી શકીશું. તેમણે કહ્યું કે દિલ્હીમાં પણ NRC હોવું ખુબ જરૂરી છે.
જુઓ LIVE TV