Aaditya Thackeray Patna: આદિત્ય ઠાકરેએ નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ સાથે કરી મુલાકાત, કહ્યું કે....
Aaditya Thackeray News: તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરવા માટે આદિત્ય ઠાકરે પટના પહોંચ્યા હતા. આ દરમિયાન મીડિયા સાથે વાતચીતમાં તેમણે ઘણા સવાલો પર જવાબ આપ્યો હતો.
પટનાઃ શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરે (Aaditya Thackeray) બુધવારે પટના પહોંચ્યા હતા. સૌથી પહેલા તે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ (Tejashwi Yadav) સાથે મુલાકાત કરવા માટે તેમના આવાસ પહોંચ્યા. અહીં બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી. આ તકે પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈ પણ હાજર રહ્યા હતા. આદિત્ય ઠાકરેએ કહ્યુ કે તે પ્રથમવાર અહીં આવી રહ્યાં છે. અહીં જે સ્વાગત થયું છે, પ્રેમ મળ્યો છે તે શાનદાર છે.
આદિત્ય ઠાકરેએ કહ્યું કે તેજસ્વી યાદવ સાથે ઘણીવાર વાત થઈ છે. પ્રથમવાર મુલાકાત થઈ છે. સારી મિત્રતા બની રહે. આ દોસ્તી આગળ પણ ચાલશે. એક સાથે કામ કરીશું. બધા યુવાઓએ એક સાથે આવવું જોઈએ. તમે જુઓ તો અમારી ઉંમર લગભગ એક સમાન છે. મુંબઈમાં બિહારીઓ પર હુમલા થાય છે આ સવાલના જવાબમાં આદિત્યએ ભાજપ પર હુમલો કરી દીધો હતો. તેમણે કહ્યું કે આ ભાજપ કરાવે છે.
ફાઇલ દેખાડો, કઈ રીતે થઈ ચૂંટણી કમિશનર અરૂણ ગોયલની નિમણૂંક, કેન્દ્રને સુપ્રીમનો આદેશ
તેજસ્વી યાદવે શું કહ્યું?
તો આ મુલાકાતને લઈને તેજસ્વી યાદવે કહ્યુ કે જ્યારે કોઈ યુવા પોલિસી મેકિંગ અને ડિસીઝન મેકિંગમાં આવે છે અને નેતૃત્વ કરે છે તો મોટી ખુશીની વાત છે. અત્યારે પડકાર બંધારણ અને લોકતંત્રને બચાવવાનો છે. તેને બચાવવા માટે અમે લોકો જે થશે તે કરીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube