મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા પાંચ દાયકાથી ઠાકરે પરિવાર કોઈ ને કોઈ રીતે પ્રભાવ પાડતો રહ્યો છે. 1960ના દાયકામાં શિવસેનાની સ્થાપનાની સાથે બાળ ઠાકરેનો રાજકીય પ્રભાવ મહારાષ્ટ્રના રાજકારણમાં વધતો ગયો. ત્યારબાદ પુત્ર ઉદ્ધવ ઠાકરેએ કમાન સંભાળી. આમ અત્યાર સુધી મહારાષ્ટ્રમાં સત્તાને રિમોટ કંટ્રોલની જેમ ચલાવતા બાળ ઠાકરે પરિવારે હવે પહેલીવાર ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. શિવસેનાના ટોચના નેતૃત્વની ત્રીજી પેઢી એવા આદિત્ય ઠાકરે મુંબઈના વરલીથી ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. ચૂંટણી રાજકારણમાં ઉતરનારા ઠાકરે પરિવારના તેઓ પહેલા નેતા છે. હાલમાં તેઓ શિવસેનાની યુવા શાખા, યુવા સેનાના પ્રમુખ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુપી-બિહારમાં વરસાદ અને પૂરનો પ્રકોપ, 130થી વધુ લોકોના મોત, અનેક લોકો ઘાયલ


સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપ-શિવસેનાનું ગઠબંધન થતા સત્તામાં આવવાની સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બને તેવા એંધાણ છે. આથી તેમને ડેપ્યુટી સીએમ પદ માટે ચૂંટણીમાં પ્રોજેક્ટ કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અગાઉ આદિત્ય ઠાકરેને ડેપ્યુટી સીએમ બનાવવાની ભાજપ તરફથી શિવસેના સમક્ષ રજુઆત કરી ચૂક્યા છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...