પુણે: લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ બધી જ રાજકીય પાર્ટીઓ તેમના ઉમેદવારોના મંથન પર વિચાર કરવામાં લાગી છે. કોઇ ટીકિટ માટે લિસ્ટ બનાવી રહ્યું છે. તો કોઇ જીતની રણનીતિ પર વિચાર કરવામાં લાગ્યા છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે, શિવસેના નેતા આદિત્ય ઠાકરે લોકસભા ચૂંટણી લડી શકે છે. સૂત્રોના અહેવાલથી મળતી જાણકારી અનુસાર, આદિત્ય ઠાકરે નોર્થ સેન્ટ્રલ મુંબઇ અથવા નોર્થ વેસ્ટ મુંબઇથી પોતાની દાવેદારી નોંધાવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ચૂંટણીમાં નાણાના દૂરપયોગ પર નજર રાખવા કમિટિની રચના, રાકેશ અસ્થાના પણ સામેલ


ચૂંટણી લડનાર ઠાકરે પરિવારનો પહેલો સદસ્ય
જો આદિત્ય ઠાકરે લોકસભા ચૂંટણી લડે છે તો તે ઠાકરે પરિવારનો પહેલો સદસ્ય હશે. જે લોકસભા ચૂંટણીમાં પોતાની દાવેદારી નોંધાવશે. આ પહેલા આદિત્ય ઠાકરે મુંબઇ જિલ્લા ફૂટબોલ એસોશિયેશનની ચૂંટણી જીત્યો છે.


ગાડીઓથી વધારે પ્રદુષણ થઇ રહ્યું છે, પરંતુ લોકો ફટાકડા પાછળ પડ્યા છે: સુપ્રીમ કોર્ટ


રાજકીય વર્તૃળોમાં ઠાકરે પરિવાર એકલો એવો પરિવાર છે, જેનો કોઇપણ સદસ્ય અત્યાર સુધી કોઇ ચૂંટણી લડ્યા નથી. ઠાકરે પરિવારના કોઇ પણ સદસ્યએ વિધાનસભા, લોકસભા ચૂંટણીમાં તેમની ભાગીદારી નોંધાવી નથી. એટલું જ નહીં ઠાકરે પરિવાર વિધાનપરિષદ અને રાજ્યસભાથી પણ દૂર જ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, 1995માં જ્યારે શિવસેના-ભાજપ ગઠબંધનની સરકાર બની, ત્યારે શિવસેનાના મનોહર જોશી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદથી ઠાકરે પરિવારના સદસ્યને કોઇ પદ મળ્યું નથી.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...