ગાડીઓથી વધારે પ્રદુષણ થઇ રહ્યું છે, પરંતુ લોકો ફટાકડા પાછળ પડ્યા છે: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટાકડા અને ઓટોમોબાઇલ્સથી થતા  પ્રદુષણ પર એક તુલ્નાત્મક અધ્યયન કરી રિપોર્ટ કોર્ટને સોપવાનો આદેશ પણ આપ્યો છે.

ગાડીઓથી વધારે પ્રદુષણ થઇ રહ્યું છે, પરંતુ લોકો ફટાકડા પાછળ પડ્યા છે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: દેશભરમાં ફટાકડાના ઉત્પાદ અને વેચાણ પર રોક લગાવવાની માગવાળી અરજી પર સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી કરી હતી. તે દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફટાકડાથી વધારે પ્રદુષણ તો ગાડીઓથી થયા છે. પરંતુ બધા લોકો ફટાકાડા પાછળ પડ્યા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટાકડા અને ઓટોમોબાઇલ્સથી થતા  પ્રદુષણ પર એક તુલ્નાત્મક અધ્યયન કરી રિપોર્ટ કોર્ટને સોપવાનો આદેશ પણ આપ્યો છે. આ મામલે હવે 3 એપ્રિલે સૂનાવણી કરવામાં આવશે.

મંગળવારે થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફટાકડાની સરખામણીએ વાહન સૌથી વધારે માત્રામાં વાતાવરણ પ્રદૂષિક કરે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકો ફટાકડા પર પ્રતિબંધની માગ કેમ કરે છે, જયારે સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે ઓટોમોબાઇલ્સથી વધારે પ્રદુષણ થયા છે.

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારની તરફતી કહેવામાં આવ્યું કે, ફટાકડાના ઉત્પાદનમાં બેરિયમનો ઉપયોગ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. ગ્રીન ફટાકડાનો ફોર્મૂલા હજૂ ફાઇનલ કરવાનો બાકી છે. સુપ્રીમ કોર્ટે આ પણ જાણકારી માગી કે ફટાકડા ફેક્ટરીઓથી નિકળવામાં આવેલા લોકોના અધિકારીઓનું શું થશે? તેમણે ભુખ્યા છોડી શકાય નહીં. અમે બેરોજગારી ઉત્પન કરવા નથી ઇચ્છતા. જો આ વર્તમાન કાયદો છે તો તમે કેવીરીતે રોકી શકો છો.

જણાવી દઇએ કે દેશમાં ફટાકડાના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ લગાવવાની માગ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે ફટાકડાના કારણે પ્રદુષણ ઉચ્ચ સ્તર પર પહોંચી જાય છે. એટલા માટે તેના પર રોક લગાવવી જોઇએ.

આ પહેલા ગત વર્ષે 23 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે ફટાકડાને લઇને આદેશ આપ્યો હતો. એક અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો સાથે દિવાળીમાં ફટાકડાનું વેચાણ કરાવની પરવાનગી આપી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દેશભરમાં ફટાકડાના વેચાણ પર સંપૂર્ણ રીતે રોક નથી. માત્ર લાયસન્સ ધારક દુકાનદાર જ ફટાકડાનું વેચાણ કરી શકશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કેટલીક શરતોની સાથે એવા ફટાકડાની ખરીદી અને વેચાણની પરવાનગી આપી હતી, જેનાથી પ્રદૂષણ ઓછૂ થાય છે.

જોકે સુપ્રીમ કોર્ટે ઓનલાઇ ફટાકડાના વેચાણ પર પણ રોક લગાવી દીધી હતી. એવામાં ફ્લિપકાર્ટ, એમેઝોન જેવી વેબસાઇ પર ફટાકડાનું વેચાણ થઇ શકશે નહીં. સુપ્રીમ કોર્ટે દિવાળી ઉપરાંત ક્રિસમસ અને નવા વર્ષ પર રાત્રે 11:45 થી 12:30ની વચ્ચે ફટાકડા ફોડવાની પરવાનગી આપી હતી.

જણાવી દઇએ કે 5 માર્ચના પેટ્રોલિયમ તેમજ વિસ્ફોટક સુરક્ષા સંગઠનને સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, દેશમાં લીલા ફટાકડાના નિર્માણના સંવર્દ્ધિત ફોર્મૂલાને અંતિમ રૂપ આપી દેવમાં આવ્યું છે અને ફટાકડા ઉત્પાદનકારને તેના ઉત્પાદન સંબંધી મંજૂરી 21 માર્ચ સૂધી આપી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સૂચિત કર્યું છે કે વિજ્ઞાન તેમજ ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (સીએસઆઇઆર), રાષ્ટ્રીય પર્યાવરણ અભિયાંત્રિક અનુસંધાન સંસ્થા (નીરી) અને લીલા ફટાકડાના ઉત્પાદન અને તેનો ફોર્મૂલા તૈયાર કરવાથી સંબંધિત અન્ય ફટાકડા નિર્માતાઓને સંયુક્ત રીતથી આ કામ કર્યું છે.

પેટ્રોલિયમ તેમજ વિસ્ફોટક સુરક્ષા સંગઠન (પેસો)એ જણાવ્યું કે લીલા ફટાકડાના કેટલાક નમૂનાનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. આ સંગઠનના અનુસરા આ ફટાકડાના વિકાસ પ્રદુષણકારી તત્વોના ઉત્સર્જનમાં 25થી 30 ટકાનો ઘટાડો થશે. ન્યાયમૂર્તિ એકે સીકરી અને ન્યામૂર્તિ એસ અબ્દુલ નઝીરની બેન્ચના સામે સીએસઆઇઆર-નીરીની બેઠકની કાર્યવાહી પ્રસ્તુતિ વિગતો અનુસરા પ્રાધિકારી સાત માર્ચ સુધી ફટાકડા ઉત્પાદનકારને આ ઉત્પાનની મંજૂરીના દસ્તાવેજની દિશામાં સાત માર્ચ સુધી કાર્યવાહી શરૂ કરી દેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news