ધનબાદ: ઝારખંડના ધનબાદમાં મોર્નિંગ વોક પર ઘરેથી નીકળેલી એડીજે ઉત્તમ આનંદનું એક અકસ્માતમાં મોત થયું. તેમનું શંકાસ્પદ મોત સીસીટીવીમાં કેદ થઈ ગયું. આ ઘટનાનો વીડિયો જોઈને પોલીસને શક છે કે આ કોઈ દુર્ઘટના નથી પરંતુ જાણી જોઈને એડીજેને ટક્કર મારવામાં આવી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એડીજેને એક ઓટો પાછળથી ટક્કર મારે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હત્યા કરવાના હેતુથી ઘટનાને અંજામ અપાયો?
અત્રે જણાવવાનું કે બુધવારે ધનબાદના એડીજે ઉત્તમ આનંદ  (Uttam Anand) ના મોત બાદથી પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. એક ઓટોએ તેમને એટલી જોરદાર ટક્કર મારી કે તેમનો જીવ જતો રહ્યો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે જાણી જોઈને હત્યા કરવાના હેતુથી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. 


પોલીસ કરી રહી છે તપાસ
ઘટનાનું સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા બાદ દરેક જણ સ્તબ્ધ છે. પોલીસ બુધવાર સવારથી જ આ મામલે આકરી  તપાસ કરી રહી છે. બુધવારે સાંજે ડીઆઈજી મયુર પટેલ ધનબાદ પહોંચ્યા અને દિવંગત જજના ઘરે જઈને પરિજનો તથા અન્ય જજોને પૂછપરછ કરી. 


Gayatri Devi, India ના સૌથી Beautiful મહારાણી, તિહાડ જેલમાં 5 મહિના ભોગવ્યો જેલવાસ


ભાજપ વિધાયકે સીબીઆઈ તપાસની માગણી કરી
આ ઘટના પર ધનબાદથી ભાજપના વિધાયક રાજ સિન્હાએ કહ્યું કે આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. સીસીટીવી જોઈને એવું લાગે છે કે આ સુનિયજિત ઘટના છે. આ મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ. ધનબાદમાં આ અગાઉ આવી કોઈ ઘટના જોવા મળી નથી. સમગ્ર ઝારખંડમાં અપરાધિક ઘટનાઓ વધી છે. અપરાધીઓમાં જે ખૌફ હતો તે ઓછો થયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube