વારાણસી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ના સંસદીય કાર્યાલય (Parliamentary Office)ને વેચવા માટે એક ઓનલાઇન સાઇટ પર કથિત રીતે જાહેરાત મુકવાના આરોપમાં વારાણસી (Varansi)ના ભેલુપુર પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- PM Modi on Farm Laws: PM મોદીનો માસ્ટરસ્ટ્રોક, કિસાન કાયદા પર જાણો 10 મોટી વાતો


પોલીસે જણાવ્યું કે, પીએમ મોદીના જવાહર નગર સ્થિત સંસદીય કાર્યાલયને સાડા સાત કરોડ રૂપિયામાં વેચવા માટે કાર્યાલયની ચાર તસવીરો ઓનલાઈન સાઈટ OLX પર વેચવા માટે મુકવામાં આવી હતી. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ કાર્યવાહી કરતા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.


આ પણ વાંચો:- Hathras Case: CBIએ દાખલ કરી ચાર્જશીટ, ચારેય આરોપી પર રેપ અને હત્યાનો આરોપ


એસએસપી અમિત પાઠકે જણાવ્યું કે, ભેલુપુર પોલીસે કેસ નોંધી ચારેય આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીઓએ OLX પર જાહેરાતમાં પ્રધાનમંત્રીના સંસદીય કાર્યાલયની બે માળની બિલ્ડિંગ અને ચાર રૂમ બતાવ્યા હતા. જાહેરાતમાં કાર્યાલયને 6500 ચો ફૂટ જણાવવામાં આવી હતી. પોલીસ કેસની તપાસ કરી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube