Hathras Case: CBIએ દાખલ કરી ચાર્જશીટ, ચારેય આરોપી પર રેપ અને હત્યાનો આરોપ

ઉત્તર પ્રદેશ (Utter Pradesh)ના હાથરસ (Hathras)માં 19 વર્ષની છોકરી સાથે કથિત ગેંગરેપ અને હત્યા કેસમાં CBIએ ચારેય આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. CBIએ તેમની ચાર્જશીટમાં પીડિતાના છેલ્લા નિવેદનને આધાર બનાવ્યો છે

Hathras Case: CBIએ દાખલ કરી ચાર્જશીટ, ચારેય આરોપી પર રેપ અને હત્યાનો આરોપ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ (Utter Pradesh)ના હાથરસ (Hathras)માં 19 વર્ષની છોકરી સાથે કથિત ગેંગરેપ અને હત્યા કેસમાં CBIએ ચારેય આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. CBIએ તેમની ચાર્જશીટમાં પીડિતાના છેલ્લા નિવેદનને આધાર બનાવ્યો છે. આરોપીઓના વકીલે કોર્ટ બહાર પત્રકારોને જણાવ્યું હતું કે, કેન્દ્રીય તપાસ એજન્સીએ સંદીપ, લવકુશ, રવિ અને રામૂ સામે સામૂહિક બળાત્કાર તેમજ હત્યાનો આરોપ લગાવ્યો છે તથા હાથરસમાં સ્થાનિક કોર્ટે ધ્યાનમાં લીધા છે.

ઉતાવળમાં કર્યા હતા અંતિમ સંસ્કાર
તમને જણાવી દઇએ કે, હાથરસમાં પીડિત યુવતી પર ચાર વ્યક્તિઓને 14 સપ્ટેમ્બરના કથિત રીતે બળાત્કાર ગુજાર્યો હતો. સારવાર દરમિયાન 29 સપ્ટેમ્બરના દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં પીડિતાનું મોત થયું હતું. ત્યારબાદ 30 સપ્ટેમ્બરની રાતે તેના ઘરની નજીક તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

પોલીસ પર ઊઠ્યા હતા સવાલ
પીડિત યુવતીના પરિવારે આરોપ લગાવ્યો હતો કે સ્થાનીક પોલીસે ઉતાવળમાં તેના અંતિમ સંસ્કાર કરવા માટે તેમના પર દબાણ બનાવ્યું હતું. જો કે, સ્થાનીક પોલીસ અધિકારીઓએ કહ્યું, અંતિમ સંસ્કાર પરિવારની ઇચ્છા અનુસાર કરવામાં આવ્યા હતા.

ન્યાયિક કસ્ટડીમાં ચારેય આરોપી
અધિકારીઓએ જણાવ્યું કે, તપાસ એજન્સીએ આ મામલે આરોપીઓ સંદીપ, લવકુશ, રવિ અને રામૂની ભૂમિકા પર ધ્યાન આપ્યું છે, જે ન્યાયિક કસ્ટડીમાં છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતના ગાંધીનગર સ્થિત પ્રયોગશાળા (લેબોરેટ્રી)માં આરોપીઓની વિભિન્ન ફોરેન્સિક તપાસ પણ કરી છે. સીબીઆઇના તપાસ કરનાર જવાહરલાલ નહેરૂ મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલના ચિકિત્સકોથી પણ મળ્યા. કથિત ગેંગ રેપની ઘટના બાદ પીડિતાને તે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news