22 દેશમાં મચાવ્યો હાહાકાર હવે ભારત પહોંચ્યો કોરોનાનો ખતરનાક Arcturus Variant, સૌથી અલગ છે લક્ષણ
Coronavirus Arcturus Variant: દેશમાં 6 એપ્રિલે કોરોનાના 5335 કેસ નોંધાયા હતા અને માત્ર 7 દિવસમાં કેસની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને હોસ્પિટલોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે અને ઘણા રાજ્યોમાં માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. જો કે ભારત માટે ચિંતાનો વિષય એ પણ છે કે ભારતમાં કોરોનાનો એક ખતરનાક પ્રકાર સતત ફેલાઈ રહ્યો છે.
Coronavirus Arcturus Variant: ભારતમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. દર 24 કલાકમાં કેસના જે આંકડાઓ સામે આવે છે તે ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં પણ દેશમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ વાત ચિંતાજનક એટલા માટે પણ છે કે 6 એપ્રિલે કોરોનાના 5335 કેસ નોંધાયા હતા અને માત્ર 7 દિવસમાં કેસની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને હોસ્પિટલોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે અને ઘણા રાજ્યોમાં માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. જો કે ભારત માટે ચિંતાનો વિષય એ પણ છે કે ભારતમાં કોરોનાનો એક ખતરનાક પ્રકાર સતત ફેલાઈ રહ્યો છે. કોરોનાના આ નવા પ્રકારનું નામ આર્કટુરસ છે. આ વેરિયન્ટ ક્રૈકેન વેરિયન્ટ કરતાં 1.2 ગણી ઝડપથી ફેલાય છે.
આ પણ વાંચો:
આ બે રાજ્યોમાં કોવિડના 21 હજારથી વધુ કેસ, દરરોજ બમણું થઈ રહ્યું છે ઈન્ફેક્શન
SBI સિવાય આ તમામ બેંકો બનશે ખાનગી! સરકાર દ્વારા જાહેર કરાયું લિસ્ટ
શા માટે દર વર્ષે ઉજવવામાં આવે છે આંબેડકર જયંતિ? જાણો તેનો ઈતિહાસ અને મહત્વ
ખૂબ જ ઝડપથી ફેલાય છે આ વેરિયન્ટ
આર્કટુરસને વાયરસનો અત્યાર સુધીનો સૌથી ઝડપથી ફેલાતો પ્રકાર કહેવામાં આવે છે. તે Omicron ના 600 થી વધુ સબ વેરિયંટનો એક ભાગ છે. Omicron ના સબ વેરિયંટ XBB.1.16 નું નામ આર્કટુરસ છે. અમેરિકાના ઘણા રાજ્યો ઉપરાંત આ પ્રકાર 22 દેશોમાં જોવા મળ્યો છે. કોરોનાના આ પ્રકારે આ દેશોમાં તબાહી મચાવી છે. ભારતમાં પણ આ પ્રકારના કેસ સૌથી વધુ જોવા મળે છે. છેલ્લા એક મહિનામાં આ વેરિયન્ટના કેસમાં 13 ગણો વધારો થયો છે. WHOના અધિકારીઓએ તેને ચિંતાનો વિષય ગણાવ્યો છે.
શું આર્કટુરસ વેરિયન્ટના લક્ષણો?
ડબ્લ્યુએચઓ અનુસાર કોરોનાના આ પ્રકારમાં બાળકોમાં જે લક્ષણો જોવા મળે છે તે અન્ય કોઈપણ પ્રકારમાં જોવા મળ્યા નથી. આ લક્ષણોમાં તાવ આવવો, આંખોમાં ખંજવાળ આવવી અને ચીકાશ લાગવી, ગુલાબી આંખો અને ઉધરસનો સમાવેશ થાય છે.
લક્ષણ જણાય તો શું કરવું ?
જો આ લક્ષણો જણાત તો સૌથી પહેલા આઈસોલેશનનું પાલન કરો. ત્યારબાદ કોરોના ટેસ્ટ કરાવો. જોકે વાતાવરણમાં થતા ફેરફારના કારણે ફ્લુના કેસમાં પણ વધારો થયો છે. તેના લક્ષણો પણ કોરોના જેવા જ છે. તેથી શક્ય છે કે તમને ફ્લુ જ હોય. તેથી ડોક્ટરનો સંપર્ક કરી તેમની સલાહ સાથે જ કોઈપણ દવા લો. આ સિવાય જાહેર સ્થળોએ જવાનું ટાળો, સતત હાથ ધોવા, માસ્ક પહેરો અને સામાજિક અંતરના નિયમનું પાલન કરવું.