ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (GST)ને 7 વર્ષ પૂરા થવાના છે. 1 જુલાઈ 2017ના રોજ તેને લાગૂ કરાયો હતો. જેમાં 17 સ્થાનિક ટેક્સ અને ફી સામેલ કરાયા હતા. છેલ્લા સાત વર્ષમાં જોઈએ તો અનેક એવા ઉત્પાદનો અને સેવાઓ છે જેના જીએસટી લાગવાથી ટેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે અને જનતાને સીધો ફાયદો થયો છે. જાણો કઈ કઈ વસ્તુઓ સસ્તી થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વસ્તુઓના ભાવમાં જોવા મળ્યો ઘટાડો
CBIC તરફથી બહાર પાડવામાં આવેલા ડેટા મુજબ જીએસટી લાગૂ થયા બાદ ઘરોમાં ઉપયોગમાં લેવાનારી અનેક વસ્તુઓ જેમ કે લોટ, કોસ્મેટિક, ટેલિવિઝન, ફ્રીજ જેવી વસ્તુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 


CBIC ના આંકડા મુજબ જીએસટી લાગૂ થયો તે પહેલા લોટ, દહીં અને છાશ તથા મધ પર ક્રમશ: 3.5 ટકા, 4 ટકા અને 6 ટકા ટેક્સ લાગતો હતો. જે હવે શૂન્ય થઈ ગયો છે. જ્યારે  કોસ્મેટિક અને ડિટર્જન્ટ પર 28 ટકા, હેર ઓઈલ, સાબુ અને ટુથપેસ્ટ પર 27 ટકા ટેક્સ લાગતો હતો. જીએસટી આવ્યા બાદ આ વસ્તુઓ પર 18 ટકા ટેક્સ લાગે છે. 


આ ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પર ઘટ્યો ટેક્સ
જીએસટી આવ્યા પહેલા એલપીજી ગેસ પર 21 ટકા ટેક્સ લાગતો હતો. જે હવે ઘટીને 18 ટકા થઈ ગયો છે. CBIC દ્વારા બહાર પડેલા આંકડામાં જણાવાયું છે કે ઈલેક્ટ્રોનિક ઉપકરણો, પંખો, વોટર કૂલર અને ફર્નીચર પર જીએસટી લાગૂ થયો તે પહેલા 31.3 ટકા ટેક્સ લાગતો હતો. જે હવે ઘટીને 18 ટકા થઈ ગયો છે. 


ટેક્સપેયર્સની લાઈફ સરળ બનશે
હાલમાં જ યોજાયેલી જીએસટી પરિષદની બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે કરદાતાઓને ખાતરી અપાવવા માંગુ છું કે અમારો ઈરાદો જીએસટી કરદાતાઓની જીંદગી સરળ બનાવવાનો છે. અમે સિસ્ટમની જટિલતાઓને ઓછી કરવા માટે સતત કામ કરી રહ્યા છીએ.