google save boy life: આપણે ગૂગલ પર અનેક પ્રકારની વસ્તુઓ સર્ચ કરીએ છીએ. ઘણી વખત લોકો તેનો ખોટો ઉપયોગ પણ કરે છે. આવું જ કંઈક મુંબઈમાં થયું. વાસ્તવમાં, મુંબઈના એક યુવકે ગૂગલ પર સર્ચ કર્યું કે 'પીડા વગર કેવી રીતે મરૂી શકાય'. આ પછી તરત જ અમેરિકી અધિકારીઓએ મુંબઈ પોલીસને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ ટીમે છોકરાનું લોકેશન ટ્રેસ કર્યું અને 25 વર્ષીય યુવકને આત્મહત્યા કરતા રોક્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈ પોલીસના અધિકારીએ જણાવ્યું કે યુએસ નેશનલ સેન્ટ્રલ બ્યુરો-ઈન્ટરપોલે શેર કરવામાં આવેલા આઈપી એડ્રેસ અને લોકેશનની માહિતીના આધારે તે વ્યક્તિ સુધી પહોંચી શકાયું. માહિતી મળતા જ પોલીસની ટીમ યુવકને બચાવવા પહોંચી ગઈ હતી અને તેનું કાઉન્સેલિંગ પણ કર્યું હતું. યુવક મુંબઈના કુર્લા વિસ્તારમાં કહે છે. તે એક આઈટી કંપનીમાં કામ કરે છે. 


આ પણ વાંચો: આ મંદિરમાં મૂર્તિની નહીં પણ યોનિની થાય છે પૂજા, 3 દિવસ નદીનું પાણી થઈ જાય છે લાલ
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર


યુવક આઈટી કંપનીમાં એન્જિનિયર હતો
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જોગેશ્વરી વિસ્તારના રહેવાસી અને ખાનગી કંપનીમાં આઈટી એન્જિનિયર તરીકે કામ કરતા યુવકે શિક્ષણ અને અન્ય જરૂરિયાતો માટે વિવિધ નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લીધી હતી. તે તેની હાઉસ લોનના હપ્તા પણ ચૂકવી શકતો ન હતો, તેથી તે ડિપ્રેશનમાં આવીને તેને આત્મ હત્યા કરવાનો નિર્ણય લીધો અને ગુગલ પાસે દર્દ વગરના મૃત્યુ અંગે સર્ચ કર્યું હતું. પોલીસનું કહેવું છે કે યુએસની એજન્સીએ નવી દિલ્હીમાં ઈન્ટરપોલ ઓફિસરને આ અંગે ચેતવણી આપી હતી જેમણે મુંબઈ પોલીસ સાથે માહિતી શેર કરી હતી.


આ પણ વાંચો: House of Horror: મહિલા બળાત્કાર માટે ના પાડતી તો ખૂંખાર વાંદરાઓ વચ્ચે છોડી દેવાતી
આ પણ વાંચો: મહિલાઓને ગમે છે દાઢીવાળા યુવકો, આ બાબતો પર થઈ જાય છે ફિદા: રિલેશનશીપ માટે મરે છે
આ પણ વાંચો: 
 મહાશિવરાત્રિ પર બની રહ્યો છે દુગ્ધ શર્કરા યોગ, આ 3 રાશિઓને ચાંદી, આ લોકો ખાસ વાંચે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube