મુંબઇ : ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે વચ્ચે બુધવારે થયેલી બેઠક ખાસ અસરકારક ન રહી હોવાનું જણાઇ રહ્યું છે. બંને પાર્ટીમાં આ બેઠકને લઇને ખાસ ઉત્સાહ જણાતો નથી. આ બેઠક બાદ શિવસેના નેતા સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે જેમાં એમણે સ્પષ્ટ ઇશારો કર્યો છે કે આગામી ચૂંટણીમાં શિવસેના એકલા હાથે લડશે. આ જોતાં એવું કહી શકાય કે બંને દિગ્ગજ નેતાઓ વચ્ચેની બેઠક ખાસ સફળ રહી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવસેના નેતા સંજય રાઉતે એએનઆઇ સાથેની વાતચીતમાં કહ્યું કે, બુધવારે બંને નેતાઓ વચ્ચે અંદાજે બે કલાક સુધી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. અમિત શાહે ફરીથી બેઠક કરવા પણ કહ્યું છે. વધુમાં સંજય રાઉતે કહ્યું કે, અમે અમિત શાહનો એજન્ડા જાણીએ છીએ, પરંતુ શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીએ એક ઠરાવ પસાર કર્યો છે કે અમે આગામી તમામ ચૂંટણીઓ એકલા હાથે લડીશું. આ ઠરાવમાં હાલના તબક્કે કોઇ ફેરફાર નહીં થાય. 


તમને જણાવીએ કે, બુધવારે માતોશ્રીમાં બંધ બારણે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે વચ્ચે બેઠક યોજાઇ હતી. બંને દિગ્ગજો વચ્ચે થયેલી બેઠકમાં ઘણા મુદ્દે ચર્ચાઓ થઇ હતી જોકે શું સહમતિ સધાઇ એ મુદ્દે કોઇ સ્પષ્ટતા જાણવા મળી શકી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે ભાજપ તરફથી શિવસેનાને ચૂંટણીમાં સાથે રહેવા કહેવાયું હતું જોકે શિવસેનાએ ચૂંટણીમાં એકલા હાથે લડવાનો નિર્ણય લીધો છે.


વધુ ન્યૂઝ જાણવા માટે અહીં ક્લિક કરો