મુંબઇ: હમણાં થોડા દિવસ પહેલાં દેશનો પૂર્વી ભાગ ચક્રવાતી વાવાઝોડું અમ્ફાન (Amphan cyclone)થી ખરાબ રીતે પ્રભાવિત થયો હતો. હવે એક નવું ચક્રવાત નિસર્ગ (Cyclone Nisarga) પશ્વિમી તટ પર અરબ સાગરના ઉપર બનાવવાનું શરૂ  થઇ ગયું છે. આ વાવાઝોડું ત્રણ જૂન સુધી મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગો સાથે ટકરાઇ શકે છે. બંન રાજ્યો માટે હવામાન વિભાગે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચક્રવાત નિસર્ગને લઇને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તથા દાદરા નગર હવેલી અને દમણ અને દીવના વહિવટી તંત્ર પ્રફૂલ પટેલ સાથે વીડિયો કોન્ફ્રસ દ્વારા સોમવારે એક બેઠક કરી હતી.

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ત્રાટકશે વાવાઝોડું, 90-100 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાય તેવી શક્યતા


અમિત શાહે કેન્દ્ર પાસેથી તમામ પ્રકારની મદદનું આશ્વાસન આપ્યું અને રાજ્યોને કહ્યું કે તે સ્થિતિનો સામનો કરવા માટે જરૂરી સંસાધનોનું વિવરણ તૈયાર કરે. આ પહેલાં અમિત શાહે અરબ સાગરની ઉપર બની રહેલા ચક્રવાત નિસર્ગનો સામનો કરવાની તૈયારીઓ અને સ્થિતિનું નિરિક્ષણ કરવા માટે એક બેઠક કરી હતી. ગૃહમંત્રીએ એનડીએમએ દળ, એનડીઆરએફ, ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (આઇએમડી)ના અધિકારી સાથે સમીક્ષા બેઠક કરી. 

વરસાદ માટે પણ લોકડાઉન ખુલ્યું ? અમદાવાદનાં અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ


આઇએમડીએ ઉત્તરી મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતન તટ માટે 'યલો' ચેતાવણી જાહેર કરી. આઇએમડીએ ચેતાવણી આપી છે કે વાવાઝોડું નિસર્ગ મુંબઇ સહિત મહારાષ્ટ્રના તટીય જિલ્લાને ગુજરાત અને અન્ય પડોશી રાજ્યોને વધુ પ્રભાવિત કરશે. આઇએમડીએ કહ્યું કે અરબ સાગરમાં ડિપ્રેશન તીવ્ર થઇને એક ગંભીર ચક્રવાત નિસર્ગમાં પરિવર્તિત થવાનું છે અને ત્રીજી જૂનના રોજ રાયગઢ જિલ્લામાં હરિહરેશ્વર અને દમણ વચ્ચે ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાતના તટોને પાર કરશે. 

આઇએમડીએ સૂચિત કર્યા છે કે દક્ષિણ પૂર્વ અને તેને અડીને આવેલા મધ્ય અરબ સાગર અને લક્ષદ્રીપની ઉપર ઉલ્લેખનીય દરજ્જાના નિમ્ન દબાણનું ક્ષેત્ર એક ડિપ્રેશનમાં બદલાઇ ગયું છે અને આ વાતની પુરી સંભાવના છે કે આગામી 12 કલાકમાં એક ગાધ ડિપ્રેશનમાં બદલાઇ જશે અને ત્યારબાદ 24 કલાકની અંદર તીવ્ર બનીને પૂર્વ મધ્ય અરબ સાગરની ઉપર એક ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઇ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube