કોલકાતા : પશ્ચિમ બંગાળ સરકારે સીબીઆઇને રાજ્યમાં દરોડા પાડવાની અથવા તપાસ કરવા માટે અપાયેલી સામાન્ય રજામંદી શુક્રવારે પરત ખેંચી લીધી છે. રાજ્ય સચિવાલયનાં એક ઉચ્ચ અધિકારીએ માહિતી આપી. પશ્ચિમ બંગાળ સરકારનાં નિર્ણય પહેલા આંધ્રપ્રદેશ સરકારે પણ આ પગલું ઉઠાવ્યું છે. આંધ્રપ્રદેશ સરકારની જાહેરાત બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ મુદ્દે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂને પોતાનું સમર્થન આપ્યું. તેમણે કહ્યું કે, ચંદ્રબાબુ નાયડૂએ બિલ્કુલ યોગ્ય કર્યું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ પોતાનાં રાજનીતિક હિતો અને પ્રતિશોધ માટે સીબીઆઇ તથા અન્ય એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં 1989માં તત્કાલીન વામ મોર્ચા સરકારે સીબીઆઇ સામાન્ય પરવાનગી આપી હતી. અધિકારીઓએ નામ જાહેર નહી કરવાની શરતે કહ્યું કે, શુક્રવારે અધિસૂચના બાદ સીબીઆિને હવે કોર્ટનાં આદેશ ઉપરાંત અન્ય કેસમાં કોઇ પણ પ્રકારની તપાસ કરવા માટે રાજ્ય સરકારની પરવાનગી લેવી પડશે. 

સીબીઆઇ દિલ્હી વિશેષ પોલીસ પ્રતિષ્ઠાન કાયદા હેઠળ કામ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આંધ્રપ્રદેશની ચંદ્રાબાબુ નાયડૂ સરકારે સીબીઆઇને રાજ્યમાં દરોડા પાડવાની તઅને તપાસ કરવાની આપેલી સત્તા પરત ખેંચી લીધી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી (ગૃહ)એન.ચિના રાજપ્પાએ પત્રકારોને કહ્યું કે, સંમતી પરત લેવાનાં કારણે દેશની મુક્ય તપાસ એજન્સીના ટોપના અધિકારીઓની વિરુદ્ધ આરોપ લાગ્યા છે. ત્યાર બાદ મમતા સરકારનો નિર્ણય સામે આવ્યો છે.