નવી દિલ્હીઃ સરહદ પર ચીની હરકતનો જવાબ આપવા માટે ભારત સરકાર જલદી ડ્રેગનને વધુ એક ઝટકો આપી શકે છે. તેમાં ભારતની નજર તે સંસ્થાઓ પર છે જેના પર ભારતમાં ચીનના પ્રચાર-પ્રસારની શંકા છે. એવી 7 કોલેજ અને યુનિવર્સિટીના રિવ્યૂ આવનારા સપ્તાહમાં થવાના છે. જાણકારી મળી છે કે ચીને આ સંસ્થાઓ સાથે મળીને પોતાની કોમ્યુનિકેશન સંસ્થાઓના લોકલ ચેપ્ટર ખોલી લીધા છે. કમ્યુનિકેશન સંસ્થાઓ એટલે અહીં અર્થ થાય કે એવી સંસ્થાઓ જેનું કામ ચીનનો પ્રોપગેન્ડા ફેલાવવાનું હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે શિક્ષા મંત્રાલય  54 MoUs ના રિવ્યૂ કરશે. હિન્દુસ્તાન ટાઇમ્સના સમાચાર પ્રમાણે આ જાણીતી યુનિવર્સિટી જેમ કે આઈઆઈટી, બીએચયૂ, જેએનયૂ, એનઆઈટી વગેરે અને ચીની યુનિવર્સિટી વચ્ચે થયા. તેના માટે વિદેશ મંત્રાલય અને યૂજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)ને લખવામાં આવ્યું છે. 


ચીની સરકાર પાસેથી મળે છે કોમ્યુનિકેશન સંસ્થાને પૈસા
કોમ્યુનિકેશન સંસ્થા સીધી રીતે ચીની સરકારના શિક્ષા મંત્રાલય પાસેથી ફંડ પ્રાપ્ત કરે છે. તેનું કામ ચીની ભાષા અને કલ્ચરને ફેલાવવાનું હોય છે. છેલ્લા કેટલાક સમયથી કોમ્યુનિકેશન સંસ્થા વિશ્વભરમાં નિશાના પર છે. અમેરિકા, બ્રિટને તેના પર ચીની પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો છે. પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં સમાચાર આવ્યા હતા કે ઓસ્ટ્રેલિયાએ પણ પોતાને ત્યાં આવી યુનિવર્સિટીની તપાસના આદેશ આપ્યા છે. વિશ્વભરમાં ઘણી યુનિવર્સિટીએ આવા કોર્ષ બંધ કર્યાં હતા. જેનો સંબંધ કોમ્યુનિકેશન સંસ્થા સાથે હતો. 


અયોધ્યામાં જોવા મળશે ગંગા-જમુના તહજીબ, ભૂમિ પૂજન માટે સુન્ની વક્ફ બોર્ડને આમંત્રણ   


કોમ્યુનિકેશન સંસ્થા વિરુદ્ધ તપાસનો આદેશ તેવા સમયે આવ્યો છે જ્યારે ભારત અને ચીન વચ્ચે તણાવ ચરમ પર છે. ગલવાન ઘાટીમાં હિંસક ઘર્ષણ બાદ ભારત ચીન સામે આક્રમક વલણ અપનાવી રહ્યું છે. 100થી વધુ ચાઇનીઝ એપને ભારતમાં બંધ કરવામાં આવી છે. નવા પ્રોજેક્ટ રદ્દ કરી દેવામાં આવ્યા છે, જે ચીની કંપનીઓને આપવામાં આવ્યા હતા. 


કઈ-કઈ યુનિવર્સિટીના નામ
મુંબઈ યુનિવર્સિટી
વેલોર ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી
લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, જલંધર
ઓ.પી. જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી, સોનીપત
કોલકાતાની ચિની ભાષાની શાળા
ભારતીઅર યુનિવર્સિટી, કોઈમ્બતુર
કે.આર. મંગલમ યુનિવર્સિટી, ગુરુગ્રામ


આ યુનિવર્સિટીની સાથે-સાથે IIT, NIT, IISC, JNU, BHU વગેરેએ પણ ચીની કંપનીઓ સાથે વિભિન્ન ટાઇઅપ કર્યાં છે, આ 54 MoUsનો પણ રિવ્યૂ થઈ શકે છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube