નવી દિલ્હી: ચીનના રક્ષા મંત્રી અને સ્ટેટ કાઉન્સિલર વેઇ ફેંગ ચાર દિવસ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. અને આશા છે કે આ પ્રવાસ દરમિયાન બન્ને પક્ષો દ્વારા દેશની સેનાઓ વચ્ચે વિશ્વાસ વધારવાના ઉપાયો શોધવામાં આવશે. સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું કે, વેઇ ફિંગના આ પ્રવાસનું મુખ્ય કારણ એપ્રિલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ ચિનફિંગ વચ્ચે વુહાનમાં અનૌપચારિક શિખર સમ્મેલનમાં થયેલા નિર્ણયોને લાગુ કરવા માટે ભારતીય રક્ષા સંગઠન સાથે વિચાર-વિમર્શ કરવાનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિખર સમ્મેસનમાં મોદી અને શીએ સંબધોનો નવો અધ્યાય શરૂ કરવાની પ્રતિબદ્ધતા દેખાળી અને તેમણે સેનાઓને આદેશ કર્યો કે બોર્ડર પર સમન્વય બનાવો. ડોકલામમાં બન્ને દેશોની સેનાઓ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ બાદ બન્ને દેશના પ્રમુખો વચ્ચેની મુલાકતમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. સુત્રોએ કહ્યું કે વુહાન શિખર સમ્મેલન દરમિયાન કરવામાં આવેલા નિર્ણય લાગુ કરવા પર બન્ને પક્ષ ચર્ચા કરશે જેનો ઉદેશ્ય પરસ્પર વિશ્વાસને વધારવાનો અને ડોકલામ જેવી સ્થિતિથી બચવાનો હશે.


ચીનના સ્ટેટ કાઉન્સિલરમાં મુખ્ય સદસ્ય વેઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે અને બુધવારે ભારતના રક્ષા મંત્રી નિર્મલા સીતારામન સાથે મુલાકત કરશે. ચીનના રક્ષા મંત્રી પ્રવાસ દરમિયાન ભારતીય લશ્કરની એક સ્થાપનામાં પણ જઇ શકે છે.


પ્રતિનિધિ સ્તરની મંત્રણામાં બન્ને દેશોના પક્ષ ડોકલામની સ્થિતિ પર વિચાર-વિમર્શ કરી શકે છે અને ભારતીય પક્ષ ઉત્તર ડોકલામમાં મોટી સંખ્યામાં ચીની સૈનિકોની હાજરીનો મુદ્દો ઉઠાવી શકે છે. લશ્કરી સ્થાપનાના એક સુત્રએ જણાવ્યું હતું કે, ‘‘ચર્ચામાં ઘણા મુદ્દાઓ અને વિકલ્પો પર વિચાર-વિમર્શ કરવામાં આવશે. જે વુહાન શિખર સમ્મેલનમાં બન્ને દેશોના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલા કરાર પ્રમાણે હશે.’’


બન્ને પક્ષ તે વ્યવસ્થા પર વિચાર-વિમર્શ કરી શકે છે જેના હેઠળ બન્ને દેશોની સેના 4000 કિલોમીટર લાંબી બોર્ડર પાસે વિવાદીત ક્ષેત્રોમાં પેટ્રોલિંગ કરવા પહેલા એક-બીજાને જાણ કરશે. સુત્રોએ જણાવ્યું હતું કે, બન્ને દેશની સેનાઓ વચ્ચે હોટલાઇન બનાવાના મતભેદને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવશે.


વુહાન શિખર સમ્મેલન પછી બન્ને પક્ષને હોટલાઇનની રચના કરવા માટે ઘણા અપેક્ષિત પ્રસ્તાવ પર સહમત થયા હતા. વિવિદીત બોર્ડર પાસે ઝગડાઓથી બચી શકાય. પરંતુ પ્રોટોકોલ અને હોટલાઇનની ટેકનિકલ મુદ્દાઓ પર વિવાદ ઉભો થવાથી તેમાં રોક લગાવામાં આવી હતી. વર્તમાનમાં ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે હોટલાઇન છે. ભારત અને ચીન વચ્ચે હોટલાઇનનો વિચાર બન્ને દેશોએ 2013માં કર્યો હતો.