નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પોતાની ટીમ સાથે મુલાકાત પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, તેમના સંબંધ તૂટ્યા નથી. પીએમ નરેન્દ્ર મોદી સાથે સંબંધ અને મુલાકાતને લઈને પૂછાયેલા સવાલોનો ઠાકરેએ જવાબ આપ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ- ભલે રાજકીય રૂપથી અમે સાથે નથી, પરંતુ તેનો એ અર્થ નથી કે અમારો સંબંધ પૂરો થઈ ગયો છે. હું કોઈ નવાઝ શરીફને મળવા ગયો નથી. તેથી જો હું તેમની સાથે વ્યક્તિગત મુલાકાત કરુ છું તો તેમાં કંઈ ખોટુ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા મંગળવારે બપોરે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી સાથે તેમના નિવાસ્થાને મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે મરાઠા અનામત પર સુપ્રીમ કોર્ટના પ્રતિબંધને હટાવવા માટે કેન્દ્ર સરકારની દખલની માંગ કરી છે. આ સિવાય ઓબીસી અનામત, જાતિ આધારિત વસ્તી ગણતરી અને મરાઠીને ક્લાસિકલ ભાષાનો દરજ્જો આપવાની માંગ કરી છે. આ દરમિયાન મુખ્યમંત્રીની સાથે નાયબ મુખ્યમંત્રી અજીત પવાર, કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણ હાજર હતા. આ બેઠક દરમિયાન મહારાષ્ટ્રના નેતાઓએવ પીએમ સમક્ષ જીએસટી આપૂર્તિનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. 


વેક્સિનેશન પ્રોગ્રામ માટે સરકારની નવી ગાઇડલાઇન જાહેર, 21 જૂનથી થશે લાગૂ 

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, કેન્દ્ર સરકારની પાસે શક્તિ છે કે તે ઓબીસી અનામતને લઈને નિર્ણય કરે. અમને આશા છે કે કેન્દ્ર તરફથી કોઈ નિર્ણય લેવામાં આવશે. તો નાયબ મુખ્યમંત્રી અજીત પવારે કહ્યુ કે અમે પીએમ મોદીને જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની માંગ કરી છે. આ સિવાય મહારાષ્ટ્ર સરકાર તરફથી રાજ્ય જીએસટીના 24306 કરોડ રૂપિયા પણ જારી કરવાની માંગ કરી છે. આજે સવારે ઉદ્ધવ ઠાકરે પોતાના સહયોગીઓની સાથે દિલ્હી રવાના થયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube