નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બેઠકમાં જે વાત પર બધાની નજર હતી, તે હતી રક્ષા સમજુતી. આખરે લાંબી વાતચીત અને સોદા-ભાવ બાદ ટ્રમ્પે આજે બંન્ને દેશો વચ્ચે 3 અબજ ડોલરની રક્ષા ડીલની જાહેરાત કરી હતી. આ બધા વચ્ચે ટ્રમ્પે પાકિસ્તાનને આતંકવાદ પર પણ સંભળાવી દીધું હતું. તેમણે કહ્યું કે, પાકિસ્તાનની ધરતી પરથી ચાલનાર આતંકવાદ પર લગામ લગાવવાની જરૂર છે. ટ્રમ્પ અને મોદીએ બંન્ને દેશો વચ્ચે મજબૂત સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, તે ભારતના પ્રવાસને ક્યારેય ભૂલશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 અબજ ડોલરની રક્ષા સમજુતી
આ ડીલમાં અમેરિકામાંથી 24 MH60 રોમિયો હેલિકોપ્ટરની 2.6 અબજ અમેરિકી ડોલરની ખરીદી સામેલ છે. એક અન્ય ડીલ છ AH 64E અપાચે હેલિકોપ્ટરને લઈને છે જેની કિંમત 80 કરોડ ડોલર હશે. ટ્રમ્પે જોઇન્ટ પત્રકાર પરિષદમાં તેની જાણકારી આપતા કહ્યું કે, 3 અબજ ડોલરથી વધુની ડિફેન્સ ડીલથી બંન્ને દેશાના રક્ષા સંબંધ વધુ મજબૂત બનશે. 


પીએમ મોદી બોલ્યાજ અમેરિકા સાથે ભારતની ભાગીદારી મહત્વની
બીજીતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોઇન્ટ પત્રકાર પરિષદને સંબોધિત કરતા કહ્યું, 'અમે ભારત-અમેરિકા પાર્ટનરશિપના મહત્વપૂર્ણ પાસાંઓ પર ચર્ચા કરી, તે રક્ષા હોય કે સુરક્ષા. અમે એનર્જી, સ્ટ્રેટિજિક પાર્ટનરશિપ, ટ્રેડ અને પિપલ-ટુ-પિપલના વચ્ચે સંબંધો પર ચર્ચા કરી હતી. રક્ષા ક્ષેત્રમાં ભારત-અમેરિકા વચ્ચે મજબૂત સંબંધ આપણી ભાગીદારીનું મહત્વપૂર્ણ પાસું છે.'


આતંકવાદ પર પાકિસ્તાનને ઘેર્યું
ટ્રમ્પે આતંકવાદનો ઉલ્લેખ કરતા કહ્યું, 'પીએમ મોદી અને હું અમારા નાગરિકોને કટ્ટર ઇસ્લામિક આતંકવાદથી બચાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમેરિકા પાકિસ્તાનની ધરતી પર ચાલી રહેલા આતંકવાદને રોકવા માટે પગલા ભરી રહ્યું છે.'


નિર્ભયા કેસ: ચારેય દોષીઓને અલગ-અલગ ફાંસી થશે કે નહી, 5 માર્ચના રોજ સુનાવણી


સોમવારે જ ટ્રમ્પે કરી દીધી હતી જાહેરાત
ટ્રમ્પે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આયોજીત 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં સોમવારે જ આ ડીલની જાહેરાત કરી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે ત્રણ અબજ ડોલરની કિંમતના અત્યાધુનિક સૈન્ય હેલિકોપ્ટર અને અન્ય સાધનો માટે મંગળવારે સમજુતી કરવામાં આવશે. 


ભારતમાં ટ્રમ્પનો બીજો દિવસ
ટ્રમ્પની સાથે તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ, પુત્રી ઇવાન્કા, જેરેડ કુશનર અને તેમની સરકારના વરિષ્ઠ અધિકારી પણ બે દિવસીય ભારતના પ્રવાસ પર છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ બંન્ને દેશો વચ્ચે સંરક્ષણ અને વ્યૂહાત્મક સંબંધો વિશે કહ્યું હતું કે અમેરિકા ભારતને વિશ્વના સર્વશ્રેષ્ઠ અને શાનદાર સૈન્ય ઉપકરણ ઉપલબ્ધ કરાવવાને લઈને ઉત્સુક છે. 


રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત
ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયાનું રાષ્ટ્રપતિ ભવનમાં પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ તરીકે પોતાની પ્રથમ ભારત યાત્રાએ આવેલા ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બાદમાં ટ્રમ્પ પોતાના પત્ની સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પહોંચીને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...