મોતિહારી: બિહારમાં એક બાજુ ભીષણ ગરમીના કેરથી લોકોના મોત થઈ રહ્યાં છે ત્યારે બીજી બાજુ મગજના તાવ (Encephalitis)ના ભરડામાં માસૂમ બાળકો ફસાઈ રહ્યા છે. બાળકોના મોતનો આંકડો સતત વધી રહ્યો છે જે અત્યંત ચિંતાનો વિષય છે. બિહારમાં અત્યાર સુધી આ ઘાતક તાવથી 110 બાળકોના મોત થઈ ચૂક્યા છે અને મુઝફ્ફરપુર બાદ વે AES (એક્યુટ ઈન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ)થી અન્ય જિલ્લાઓ પણ પ્રભાવિત થઈ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોક્ટરોની આજે દેશવ્યાપી હડતાળ, હોસ્પિટલોમાં ઓપીડી બંધ, દર્દીઓની હાલત ખરાબ


હવે પૂર્વ ચંપારણ જિલ્લામાં પણ મગજના તાવથી પીડાઈ રહેલા બાળકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં AESના 36 નવા પીડિત બાળકોના કેસ સામે આવ્યાં છે. આ તમામ બાળકોની સારવાર મુઝફ્ફરપુર અને પૂર્વ ચંપારણની વિભિન્ન્ ખાનગી હોસ્પિટલોમાં થઈ રહી છે. 


આ પીડિત બાળકોમાં સૌથી વધુ 16 બાળકો ચકિયા પ્રખંડ ગામના છે. જેમાંથી પાંચના મોત થઈ ચૂક્યા છે. આજે જિલ્લામાં 18 નવા દર્દીઓની ઓળખ થઈ જ્યારે મોતિહારીના સદર હોસ્પિટલમાં 3 બાળકોની સારવાર ચાલી રહી છે. જેમાંથી એક બાળક AESથી પીડાઈ રહ્યો હોવાનું સ્વાસ્થ્ય વિભાગે સમર્થન કર્યું છે. 


જુઓ LIVE TV


આજથી સંસદના બજેટ સત્રની શરૂઆત, સત્ર શરૂ થતા પહેલા પીએમ મોદી મીડિયા સાથે કરશે વાત


રવિવારે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પોતે મુઝફ્ફરપુરની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ હર્ષવર્ધને કહ્યું કે "બીમારીની ઓળખ માટે શોધ થવી જોઈએ. જેની હજુ સુધી ઓળખ નથી અને આ માટે મુઝફ્ફરપુરમાં શોધની સુવિધા વિક્સિત થવી જોઈએ."


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...